• Zomatoએ માત્ર 1 રૂપિયાની બચતથી નફો મેળવવાનું શરૂ કર્યું
  • Zomatoના ફાઉન્ડર અને CEO દીપેન્દ્ર ગોયલે કમાણીને રહસ્યનો કર્યો પર્દાફાશ
  • નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 36 કરોડ રૂપિયા રહ્યો

Zomato લોકોને આકર્ષવા માટે વિવિધ ઓફર લઈને આવે છે. ગ્રાહકો આ ઓફરથી લલચાયને Zomato પરથી ફૂડ ઓર્ડર કરે છેે. ત્યારે હવે ઝોમેટો આવી વિવિધ ઓફર લાવીને કેવી રીતે કમાણી કરે છે તે અંગે ખુલાસો થયો છે. તમે જોતા હશો કે Zomato પર 50%થી લઈને 80% સુધીને વિવિધ ઓફરો આવે છે અને એક સવાલ તમારા મનમાં થતો હશે કે કેવી રીતે તો પણ આટલી કમાણી?

જો તમે પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો તો તમે Zomatoના બિઝનેસ મોડલને સમજવાનો પ્રયત્ન કર્યો જ હશે. હાલમાં જ Zomatoના ફાઉન્ડર અને CEO દીપેન્દ્ર ગોયલે પોતે આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે.

Zomatoની કમાણીનો પર્દાફાશ

Zomato શેરબજારમાં લિસ્ટેડ છે. કંપનીના શેર લાંબા સમય સુધી ડાઉન રહ્યા પરંતુ જેમ જ કંપનીએ નફો કમાવવાનું શરૂ કર્યું હતું તેના શેર ફરી એકવાર ઉડવા લાગ્યા હતા. કંપનીએ માત્ર 1 રૂપિયાની બચત કરીને નફો મેળવવાનું શરૂ કર્યું છે. દીપેન્દ્ર ગોયલે તેની આખી સ્ટોરી શેર કરી છે.

કેવી રીતે માત્ર રૂ.1થી કરોડોનો નફો?

દીપેન્દ્ર ગોયલે હાલમાં સોશિયલ મીડિયા પર પોડકાસ્ટમાં Zomatoના કમાણીના મોડલની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે ઝોમેટોની આવક રેસ્ટોરન્ટ્સમાંથી કમિશન, ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ચાર્જ અને ડિલિવરી ફી વસૂલવાથી થાય છે. જ્યારે Zomatoએ ડિલિવરી બોય, રિફંડ, પ્લેટફોર્મ રનિંગ કોસ્ટ પર પૈસા ખર્ચવા પડશે. આખું ગણિત એ છે કે ઝોમેટોમાંથી બહાર જતા પૈસા કરતાં વધુ પૈસા આવવા જોઈએ.

Zomatoમાં કમાણીનું પૂરું ગણિત સમજો

તેમણે આને સરળ શબ્દોમાં સમજાવ્યું કે Zomato પર સરેરાશ ઓર્ડર 300થી 400 રૂપિયા છે. આના પર, તેને કમિશન તરીકે 80 રૂપિયા મળે છે ગ્રાહક ચાર્જ અને ડિલિવરી ચાર્જની સાથે તેને લગભગ 20થી 30 રૂપિયા એટલે કે 100 રૂપિયાની કુલ આવક થાય છે. હવે 60થી 70 રૂપિયા માત્ર ડિલિવરી બોય પાછળ જ ખર્ચાય છે. તે જ સમયે, પૈસા રિફંડ, ગ્રાહક સંભાળ, ટેક ટીમ, ઓફિસ, પેમેન્ટ ગેટવે અને પગાર વગેરે જેવા નિશ્ચિત ખર્ચ પર પણ ખર્ચવામાં આવે છે. અંતે, Zomato પાસે 1 અથવા 2 રૂપિયાની આવક બાકી છે. આ રીતે આ Zomato નો નફો બની જાય છે.

ઝોમેટોએ કરોડોની કરી કમાણી 

જો આપણે Zomatoના નાણાકીય નિવેદનો પર નજર કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 36 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે 2022-23ના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 251 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હતી. આ સમયગાળા દરમિયાન તેની આવક રૂ. 2,848 કરોડ રહી છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,661 કરોડ હતી.

  • Follow us on: