- આ દવા બાળકોમાં ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે
- અમેરિકામાં કોલેસ્ટ્રોલની દવાનું રૂ. 2650 કરોડનું માર્કેટ
- કંપની પિટાવાસ્ટેટિન દવાનું ઉત્પાદન અમદાવાદમા કરશે
અમેરિકન નાગરિકોના કોલેસ્ટ્રોલને કાબુમાં લેવાનું કામ હવે એક ભારતીય કંપની કરશે. ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ લાઈફ સાયન્સની કોલેસ્ટ્રોલ માટેની દવા પિટાવાસ્ટેટિનને US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટરેશન (USFDA)ની મંજૂરી મળી છે. ઝાયડસની આ ટેબલેટ અમેરીકામાં કોલેસ્ટ્રોલ માટેની લિસ્ટેડ લિવાલો ટેબલેટની સમાન માનવમાં આવે છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ દવા પુખ્ત વયની વ્યક્તિઓમાં પ્રાઇમરી હાઇ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. આ સાથે જ પિટાવાસ્ટેટિન ટેબલેટ લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું અટકે છે. બાળકોમાં 8 વર્ષ કે તેનાથી વધુ ઉમરના બાળકોમાં જોવા મળતા ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડવામાં પણ પિટાવાસ્ટેટિન ટેબલેટ અસરકારક સાબિત થઈ છે.










