Businessman Anand Mahindra got angry after seeing the fake news post
  • Home
  • Business
  • આનંદ મહિન્દ્રા એક પોસ્ટ જોઇ ભડકી ગયા, યૂઝર્સને આપી ચેતવણી

આનંદ મહિન્દ્રા એક પોસ્ટ જોઇ ભડકી ગયા, યૂઝર્સને આપી ચેતવણી

 | 4:20 pm IST
  • Share

  • બનાવટી ખબર પર આનંદ મહિન્દ્રા ગિન્નાયા
  • કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી
  • આનંદ મહિન્દ્રાની કોમેન્ટને યૂઝર્સે કરી પસંદ

સોશિયલ મીડિયા પર લોકો પોતાની વાતને મૂકે છે અને આપણે અહિંયા ઘણા પ્રકારની ખબરોને વાંચીએ પણ છીએ, પરંતુ આ તમામ ખબરો સાચી છે તેની કોઇ ગેરંટી નથી. ઇન્ટરનેટ પર ફેક વીડિયો અને પોસ્ટ પણ વાયરલ થાય છે. જેને લઇ કેટલાક લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. જોકે જ્યારે સત્યની જાણ થાય છે તેઓ દંગ રહી જાય છે. તાજેતરમાં જ કંઇક આવું જ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સાથે જોવા મળ્યું.

ફેક પોસ્ટ જોઇ આનંદ મહિન્દ્રા ભડકી ગયા

બિઝનેસ ટાઇકૂન આનંદ મહિન્દ્રાએ ખુબ જ મજેદાર રીતે આવી જ એક બનાવટી પોસ્ટ જોઇ તેના પર પ્રતિક્રિયા આપી, અને ઇન્ટરનેટ પર લોકો તેને પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોટ્સ પોસ્ટની ભરમાર છે. મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાની તસવીર પર લખેલ કોટ્સને ફેક ગણાવ્યુ અને કહ્યું કે તેમણે આવું ક્યારેય કહ્યું જ નથી.

બિઝનેસમેને આપી કાયદાકીય કાર્યવાહીની ધમકી

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ન માત્ર કાયકીય કાર્યવાહીની ધમકી આપી પરંતુ આવી સ્થિતિને પહોંચી વળવા માટેનો વાયદો પણ કર્યો. આ પોસ્ટમાં વધુ એક તસવીર પણ પોસ્ટ કરી, જેમા અરસદ વારસીનું મીમ્સ છે, જેના પર લખ્યું હતું,‘કોણ છે આ લોકો, ક્યાંથી આવે છે આ લોકો…’

ઓનલાઇન ફેલાવાઇ રહી છે ખોટી જાણકારી

આ અઠવાડિયામાં આ બીજીવાર છે, જ્યારે તેમના વિશે બનાવટી જાણકારી ઓનલાઇન ફેલાવાઇ રહી છે. ગત શુક્રવારે આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલ રિપોર્ટને નકારી કાઢી, જેમા જણાવાયું હતું કે, કેવી રીતે આ વર્ષે તેમના રોકાણે તેમને અમીર બનાવ્યા. તેમણે ક્રિપ્ટોકરન્સીમા પોતાના રોકાણ વિશેની ખબરો પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

આ પ્રકારની નકલી ખબરોને પહોંચી વળવા માટે લોકોએ તેમના સેન્સ ઓફ હ્યૂમનના વખાણ કર્યા. જોકે આવું પ્રથમવાર નથી બન્યું, આ પહેલા સપ્ટેમ્બરમાં રતન ટાટાએ પણ સોશિયલ મીડિયામાં ફેક કોટ્સને જોઇ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. એવું સ્પષ્ટ કરતા કે આ તેમના દ્વાર કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો