BWF World Tour Finals: Sindhu joins Lakshya Sen in the knockout stage
  • Home
  • Sports
  • Other Sports
  • પીવી સિંધુ સેમિફાઇનલમાં, શ્રીકાંતનું નોકઆઉટમાં પ્રવેશવું મુશ્કેલ, પોનપ્પા-રેડ્ડીનો સતત બીજો પરાજય

પીવી સિંધુ સેમિફાઇનલમાં, શ્રીકાંતનું નોકઆઉટમાં પ્રવેશવું મુશ્કેલ, પોનપ્પા-રેડ્ડીનો સતત બીજો પરાજય

 | 12:31 am IST
  • Share

  • સિંધુએ જર્મનીની વ્યોને લીને 21-10, 21-13થી હરાવી

  • લક્ષ્ય સેન સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો

બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારત માટે ગુરુવારનો દિવસ મિશ્રિત રહ્યો હતો. હૈદરાબાદની ઓલિમ્પિયન પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મેન્સ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત માટે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીનો પરાજય થયો હતો.

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ જર્મનીની વ્યોને લીને સીધી ગેમમાં 21-10, 21-13થી પરાજય આપીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. આ પહેલાં વિમેન્સ ડબલ્સમાં પોનપ્પા અને રેડ્ડીનો બલ્ગેરિયાની ગેબ્રિયેલા સ્ટોએવા અને સ્ટેફાની સ્ટોએવા સામે 21-19, 22-20થી પરાજય થયો હતો. લીગ રાઉન્ડમાં તેમનો છેલ્લો મુકાબલો ઇંગ્લેન્ડની ચોલે બિર્ચ અને લોરેન સ્મિથ સામે થશે.

મેન્સ સિંગલ્સમાં શ્રીકાંતને થાઇલેન્ડના કુલાવુત વિતિદસર્ને સીધી ગેમમાં 21-18, 21-7થી હરાવ્યો હતો. વિશ્વના 14મા ક્રમાંકિત ખેલાડી શ્રીકાંતનો થાઇલેન્ડના ત્રણ વખતના જુનિયર વર્લ્ડ ચેમ્પિયન સામે આ ત્રીજો પરાજય છે. તે સપ્ટેમ્બરમાં સુદીરમાન કપ અને ગયા વર્ષે એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં પણ થાઇ ખેલાડી સામે હારી ગયો હતો.

ગ્રૂપ-બીમાં મલેશિયાનો બીજો ક્રમાંકિત લી જી જિયા ટોચના ક્રમે છે. શ્રીકાંત અને કુલાવુત બંને એક પોઇન્ટ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. શ્રીકાંતનો આગામી મુકાબલો મલેશિયન ખેલાડી સામે થશે. ભારતના અન્ય મેન્સ ખેલાડી લક્ષ્ય સેને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેના હરીફ ખેલાડી કેન્ટા મોમોતાએ કમરના દુખાવાના કારણે મુકાબલાને પડતો મૂક્યો હતો.

ડેનમાર્કના રાસ્મસ ગેમકેએ પણ ઘૂંટણની ઈજાના કારણે વિક્ટર એક્સેલસેન સામેની મેચમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો. સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. સાત્વિને ઘૂંટણમાં ઈજા થઈ છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો