Byju's acquires US edtech firm Epic in $500-million deal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બાયજૂનો અમેરિકી ભૂમિ પર વિસ્તારઃ રિડિંગ પ્લેટફોર્મ ‘એપિક’ 50 કરોડ ડોલરમાં ખરીદી લીધું

બાયજૂનો અમેરિકી ભૂમિ પર વિસ્તારઃ રિડિંગ પ્લેટફોર્મ ‘એપિક’ 50 કરોડ ડોલરમાં ખરીદી લીધું

 | 8:01 am IST
  • Share

દેશના સૌથી મોટા ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપ બાયજૂએ કેલિર્ફોિનયા સ્થિત રિડિંગ પ્લેટફોર્મ ‘એપિક’નું રૃપિયા ૩૭૨૯.૮ કરોડ ( ૫૦ કરોડ ડોલર)માં હસ્તાંતરણ કર્યું છે. બાયજૂએ આ રીતે અમેરિકી બજારમાં પગ મુકી દીધો છે. તાજેતરમાં આકાશ ઇનસ્ટીટયુટનું હસ્તાંતરણ  થયા પછી એપિક તે બાયજૂ દ્વારા થયેલું બીજું મોટું હસ્તાંતરણ છે.

બાયજૂનો અમેરિકી ભૂમિ પર વિસ્તાર થતાં બાયજૂને તેના ૩૦ કરોડ ડોલરના વિદેશી આવકના લક્ષ્યાંકને પુરો કરવામાં મદદ મળશે. હસ્તાંતરણ સંપન્ન થયા પછી પણ એપિકના સ્થાપકો કેવિન દોનાહુએ અને સુરેન માર્કોસિઅન એપિકનું સંચાલન સંભાળવાનું ચાલુ રાખશે. બેંગલુરૃ સ્થિત આ સ્ટાર્ટઅપે અમેરિકી બજારમાં આ બીજું હસ્તાંતરણ સંપન્ન કર્યું છે. જાન્યુઆરી ૨૦૧૯માં બાયજૂએ   ૧૨ કરોડ ડોલરમાં પ્લેફુલ ર્લિંનગ પ્લેટફોર્મ ઓસ્મોનું હસ્તાંતરણ કર્યું હતું. બાયજૂના સ્થાપક અને સીઇઓ બાયજૂ  રવિન્દ્રને જણાવ્યું હતું કે,’ એપિક સાથેની અમારી ભાગીદારીને પગલે વિશ્વભરના બાળકો માટે સંવાદ સહિત વાંચનનો અનુભવ બહોળો બનાવવામાં મદદ મળશે. બાળકો જિજ્ઞાાસા સાથે ભણતા થાય તે અમારૃં લક્ષ્ય છે. એપિકનું સર્જન પણ આ લક્ષ્ય સાથે જ થયેલું છે. બંનેનું મિલન કુદરતી  છે. બંને સાથે મળીને બાળકોને આજીવન વિદ્યાર્થી બનાવી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન