cabinet-minister-arjunsinh-chauhan-follow-rituals like this celebrate Uttarayan
  • Home
  • Gujarat
  • કેબિનેટ મંત્રીની અનોખી ઉજવણી, ઘરે-ઘરે ફરી ઉઘરાવ્યું ધાન્ય

કેબિનેટ મંત્રીની અનોખી ઉજવણી, ઘરે-ઘરે ફરી ઉઘરાવ્યું ધાન્ય

 | 2:26 pm IST
  • Share

રાજ્યભરમાં કોવિડ નિયમના પાલન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. ‘કાઈપો છે.. લપેટ લપેટ…’ના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો છે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. એવામાં નેતાઓ પણ વિવિવ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાયા છે. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઉતરાયણની અનોખી રીતે ઉજવણી કરી છે.

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કંઇક અલગ રીતે ઉજવણી કરી હતી. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પરંપરા મુજબ ઝોળી લઈને નીકળ્યા હતા. મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ ખાતે કેબિનેટ મંત્રી ઝોળી લઈને નીકળ્યા હતા. આજે મકરસંક્રાંતિ પર્વના દિવસે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પરંપરાગત ઝોળી લઈ ઘરે ઘરે ફરી ધાન્ય ઉઘરાવ્યું હતું. કદાચ પહેલીવાર કોઈ મંત્રી મકરસંક્રાતિની ઉજવણીમાં ધાબા કે અગાસી પર નહિ, પરંતુ ઘરે ઘરે ફરીને ઘાન્ય ઉઘરાવતા જોવા મળ્યા હતા. ઝોળી પર્વના ભાગરૂપે ધાન ઉઘરાવતા નેતા ગલીએ ગલીએ ફર્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વર્ષોથી આ જ પ્રકારે ધાર્મિક પરંપરા મુજબ ઘેર ઘેર ફરી ઝોળીપર્વની ઉજવણી કરે છે. તેમના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થા મુજબ મકરસંક્રાતીની ઉજવણી પોતાના ગામમાં કરી હતી. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વહેલી સવારે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી ગૌમાતાની પૂજા કરી ઘાસ ખવડાવ્યું હતું. તેમજ જરૂરિયાતમંદ લોકોને મિઠાઇનું વિતરણ પણ કર્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો