Can third wave come in India, reply who-top-official
  • Home
  • India
  • શું ભારતમાં આવી શકે છે ત્રીજી લહેર? WHOએ આપ્યો જવાબ

શું ભારતમાં આવી શકે છે ત્રીજી લહેર? WHOએ આપ્યો જવાબ

 | 5:59 pm IST
  • Share

  • ઓમિક્રોનના ખતરાને લઈને WHOએ આપી ચેતવણી

  • ભારતમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનના 37 કેસ નોંધાયા

  • WHOઓ ઓમિક્રોનના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું છે

દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ ત્રીજી વહેરની આશંકા વધી રહી છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનને અત્યંત ચેપી માનવામાં આવે છે, આ વાયરસ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 59 દેશોમાં ફેલાય ચૂક્યો છે. નવા વેરિએન્ટે ભારતમાં ત્રીજી લહેર અંગે ચિંતા ઉભી કરી છે.

આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના દક્ષિણ પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલે જણાવ્યું હતું કે, નવા વેરિએન્ટનો અર્થ એ નથી કે વસ્તુઓ વધુ ખરાબ થશે, પરંતુ ચોક્કસપણે પરિસ્થિતિઓ વધુ અનિશ્ચિત થશે. તેમણે સ્પષ્ટતા કરી તે, રોગચાળાનું જોખમ હજુ પણ યથાવત્ છે. નવા વેરિએન્ટની એન્ટ્રીઅને વિશ્વના અન્ય ભાગોમાં કેસોના વધારાને જોતા વૈશ્વિક સ્તરે કોવિડ-19નું જોખમ હજુ યથાવત છે.

WHOના અધિકારીએ ચેતવણી આપતા કહ્યું કે, દક્ષિણ એશિયા ક્ષેત્રમાં આપણે હથિયારો હેઠા ન મૂકવા જોઈએ. આપણે સર્વેલન્સ સિસ્ટમ્સ, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંને મજબૂત કરવાનું ચાલુ રાખવું જોઈએ અને રસીકરણનો વિસ્તાર વિસ્તારવો જોઈએ. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 37 કેસ નોંધાયા છે અને 7 રાજ્યોમાં તે પ્રવેશી ચૂક્યો છે. સરકારે માસ્કના ઉપયોગમાં ઢિલાસ અને રસીકરણમાં વિલંબ સામે ચેતવણી આપી છે.

ઓમિક્રોનને રોકવા માટે વિશ્વભરના દેશો નવા નિયંત્રણો લાવી રહ્યા છે. ડૉ. ખેતરપાલે કહ્યું, ઓમિક્રોનના વૈશ્વિક ફેલાવા અને મોટી સંખ્યામાં મ્યૂટેશન સહિતની કેટલીક વિશેષતાઓ રોગચાળાની સિસ્ટમ પર નોંધપાત્ર અસર કરી શકે છે. તેની શું અસર થશે તે જાણવું થોડું મુશ્કેલ છે. એક સ્પષ્ટ ચિત્ર બનાવવા મદદ માટે WHO એ દેશોને વધુ ને વધુ ડેટા સબમિટ કરવા કહ્યું છે. ડેટાનું વિશ્લેષણ કરવા માટે હજારો નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો