Canada election: Jagmeet Singh will again kingmaker, 18 NRI Won
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેનેડા ચૂંટણીમાં 18 એનઆરઆઈ જીત્યા, જગમીતસિંહ ફરી કિંગ મેકર બની શકે છે

કેનેડા ચૂંટણીમાં 18 એનઆરઆઈ જીત્યા, જગમીતસિંહ ફરી કિંગ મેકર બની શકે છે

 | 8:50 am IST
  • Share

કેનેડાની સંસદીય ચૂંટણીમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમિતસિંહ અને સંરક્ષણ પ્રધાન હરજિતસિંહ સજ્જન સહિત ભારતીય મૂળના ૧૭ નેતાઓનો વિજય થયો છે. તે સાથે જ લિબરલ પાર્ટીના નેતા અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી સત્તામાં પાછા ફર્યા છે. બીજી તરફ ભારતીય મૂળના પંજાબી નેતા જગમીતસિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ૨૭ બેઠક જીતેલી છે. તેના કારણે જગમીતસિંહ ફરી વખત કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયા છે.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ટ્રુડોને અભિનંદન આપતાં લખ્યું હતું કે,’ચૂંટણીમાં વિજય બદલ જસ્ટિન ટ્રુડોને અભિનંદન. હું ભારત-કેનેડા સંબંધોને વધુ મજબૂત કરીને વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દે પારસ્પરિક સહયોગ સાથે કેનેડા સાથે મળીને કામ કરવા ઇચ્છુક છું.’  ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમિતસિંહ બર્નાબી સાઉથથી વિજયી થયા હતા. તેમને ૪૦ ટકા મત મળ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો