Candidates clash for BJP ticket in Naroda area of Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: શિસ્તબદ્ધ કહેવાતા BJPમાં ટિકિટ માટે મારામારી, યુવા નેતાએ કોર્પોરેટરને ધોઇ નાંખ્યા

અમદાવાદ: શિસ્તબદ્ધ કહેવાતા BJPમાં ટિકિટ માટે મારામારી, યુવા નેતાએ કોર્પોરેટરને ધોઇ નાંખ્યા

 | 4:55 pm IST
  • Share

ગુજરાત (Gujarat)માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls)ની જાહેરાત થઇ ગઇ છે. 6 મહાનહરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાશે ત્યાકે 6 મહાનગરની ચૂંટણીને લઈને ભાજપના (BJP) નિરીક્ષકોએ શહેરોમાં ધામા નાંખ્યા છે. ચૂંટણી પ્રક્રિયાની (Election Preparation) બાબતને લઈને ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે અમદાવાદના નરોડામાં આજે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે દરમિયાન મોટી માથાકૂટ થઇ ગઇ હતી.

નરોડા (Naroda)માં ભાજપની સેન્સ પ્રક્રિયામાં બબાલ થઇ હતી. હાલમાં ભાજપના ત્રણ નિરીક્ષકોએ શહેરોમાં ધામા નાંખ્યા ત્યારે જ ભાજપના કાર્યકર્તાઓ એક-બીજા પર હુમલો કર્યો હતો. નિરીક્ષકોની હાજરીમાં જ કાર્યકર્તાઓનો હુમલો ચર્ચાનો વિષય બન્યો છે.

નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ અને બક્ષીપંચના પ્રમુખને માર મારવામાં આવ્યો હતો. આ મારામારીમાં યુવા મોરચાના કાર્યકર લવ ભરવાડે પોતાની પત્ની માટે ટિકિટ માંગી હતી પરંતુ તે મામલે ઝઘડો થતા લવ ભરવાડે ગિરીશ પ્રજાપતિ પર હુમલો કર્યો હતો. અને ટિકિટ કેમ માગી તેમ કહી યુવા મોરચાના કાર્યકરે હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. આ હુમલામાં કોર્પોરેટર અને બક્ષીપંચના પ્રમુખ ઘાયલ થયા હતા. જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

જોકે આ હુમલા અંગે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું હતું કે, લવ ભરવાડે કોને માર માર્યો તેની તપાસ કરવામાં આવશે અને માર માર્યો હશે કે કેમ તેના અંગે માહિતી નથી. પરંતુ શિસ્ત જાળવવી એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક બાબત છે. આ બાબતે શિસ્ત કમિટી ઘટનાની વિગતો મેળવીને પગલાં ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન