car almost crashing into a loaded truck ramp topples in front of him
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જો એક સેકન્ડ મોડું થયું હોત તો કાર ડ્રાઈવર સાથે મોટી દુર્ઘટના ઘટી જાત, જુઓ ખતરનાક વીડિયો

જો એક સેકન્ડ મોડું થયું હોત તો કાર ડ્રાઈવર સાથે મોટી દુર્ઘટના ઘટી જાત, જુઓ ખતરનાક વીડિયો

 | 7:01 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર એક અકસ્માતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અચાનક એક ટ્રક વધુ ઝડપે જઈ રહેલી કારની સામે પલટી ખાઈ ગયો. ડ્રાઇવર જેમ તેમ કરીને કાર રોકવામાં અને જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. આ ઘટના 10 મેના રોજ યુ.એસ. રાજ્ય અલાબામામાં બની હતી અને કારના ડ્રાઈવરે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં સમગ્ર ઘટના દર્શાવવામાં આવી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે કારની સામે એક ટ્રક દેખાય છે. તે વળે છે અને રસ્તા પર આવે છે. પરંતુ તેની ગતિ એટલી ઝડપી છે કે ટ્રકની પાછળનો ભાગ પલટી ખાય જાય છે. કાર તેની ખૂબ જ નજીક છે. ડ્રાઇવર તરત જ કારને રોકે છે અને વાહનને પાછળની તરફ ફેરવે છે. જો તેની ટ્રક સાથે ટક્કર થઈ હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. જો કે અકસ્માત ટળી ગયો હતો. ડ્રાઈવરે કહ્યું કે, “જો મે સમય સર કારને રોકી ન હોત તો હું ટ્રકની નીચે આવી જાત”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન