Car procession with banners of 'donkey good or two crore car'
  • Home
  • Ahmedabad
  • ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ના બેનર્સ લગાવી કારનું સરઘસ, જુઓ Video

‘ગધેડા સારા કે બે કરોડની કાર’ના બેનર્સ લગાવી કારનું સરઘસ, જુઓ Video

 | 8:57 am IST
  • Share

  • પોર્શે કંપનીની કારમાં સમસ્યાનું સમાધાન ન થતાં કારમાલિકનો અનોખો વિરોધ

  • વૈભવી કાર પર ઘાસ મૂકીને ઢોલ-નગારાં સાથે ‘પોશ’ વિસ્તારમાં અડધો કિમી ફેરવી

 

વૈભવી કારમાં તકલીફ હોવા છતાં પોર્શે કંપનીએ કારને રિપેર કરી ના આપતાં કંટાળેલા એક શખ્સે કારને દોરડાં બાંધીને વસ્ત્રાપુરમાં તેનું સરઘસ કાઢીને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કાર ઉપર ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ , ‘પોર્શે કાર કરતાં છકડો રિક્ષા સારી’ જેવા બેનરો લગાવીને કાર ઉપર ઘાસ મૂકીને અડધો કિલોમીટર સુધી કારને ફેરવી હતી. 

શહેરનાં વસ્ત્રાપુરમાં રહેતાં કાર માલિક ઉમંગ કાપોપરાએ કાર કંપની ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોણા બે વર્ષ પહેલાં મે પોર્શે કાર ખરીદી હતી, જેમાં બ્રેકનો ફોલ્ટ હતો જે રિપેર કરાવવા અનેક વાર કંપનીમાં કાર મૂકી છતાં તેનો કોઇ ઉકેલ આવતો નથી.

ત્યારે કારની બ્રેકની તકલીફના ઉકેલ માટે કંપનીમાં જ મેં રૂપિયા એક લાખ ખર્ચ્યા છતાં કંઇ જ થયું નથી. ઉપરાંત કંપની તરફથી કોઇ સંતોષકારક જવાબ મળતો ન હતો. બે કરોડની કારમાં બ્રેક જ ના વાગે તો મારે કાર રાખીને કરવી શું ? એટલે મેં કારની તકલીફના સોલ્યુશન માટે અનોખો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું.

દરમિયાન વસ્ત્રાપુરમાં મેરિયોટ હોટલ ખાતે પોર્શે કંપનીનો કાર્યક્રમ હોવાની મને જાણ થઇ એટલે શનિવારે સાંજે સત્યાગ્રહ છાવણી સોસાયટીથી મેરિયોટ હોટેલ સુધીના અડધો કિલોમીટર વિસ્તારમાં ઢોલ નગારાં સાથે મારી બંધ પોર્શે કારને દોરડા બાંધી સરઘસ કાઢયું હતુ.

જેમાં કાર ઉપર વિવિધ બેનરો અને ઘાસ મૂકીને વિરોધ કર્યો હતો. હવે પોર્શે કંપનીના જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં મારી કાર લઇ જઇને વિરોધ કરીશ. મારો વિરોધ કરવા પાછળ એક જ આશય છે કે કંપની મારી કારની તકલીફનું સોલ્યુશન લાવે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો