Car Pull in sinkhole in Mumbai, viral video shocks tweeple. Watch
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: 25 સેકન્ડમાં જમીનમાં સમાયેલી કારને કૂવામાંથી આ રીતે કાઢી બહાર

Video: 25 સેકન્ડમાં જમીનમાં સમાયેલી કારને કૂવામાંથી આ રીતે કાઢી બહાર

 | 10:11 am IST
  • Share

મુંબઇના ઘાટકોપરમાં રવિવારના રોજ અજીબોગરીબ ઘટના બની. અહીં રહેણાંક વિસ્તારના પાર્કિંગમાં ઉભેલી એક કાર જોત-જોતામાં માંડ 25 સેકન્ડમાં જ એક મોટા ખાડામાં સમાય ગઇ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. આ વીડિયોમાં કારનો આગળનો ભાગ ખાડામાં પહેલાં પડ્યો અને ગણતરીની સેકન્ડમાં તો પાછળનો હિસ્સો પણ ખાડામાં સમાઇ ગયો અને કાર દેખાતી જ બંધ થઇ ગઇ. પોલીસની મદદથી તેને મહામહેનતે મોડી સાંજે બહાર કાઢવામાં આવી.

આ કારના માલિકનું નામ પંકજ મહેતા છે. સ્થાનિક લોકોના મતે ઘાટકોપરના પ્રખ્યાત ત્રિભુવન મિઠાઇવાળાની દુકાનની પાછળ આવેલી રામ નિવાસ સોસાયટીમાં જે જગ્યાએ પંકજ મહેતાએ કાર પાર્ક કરી હતી ત્યાં પહેલાં એક કૂવો હતો. તેને સોસાયટીના લોકોએ કચરો નાંખી અને RCCના પ્લાસ્ટરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ અહીં લોકોએ ગાડીઓ પાર્ક કરવાનું શરૂ કરી દીધું. મુંબઇમાં ધોધમાર વરસાદ પડતા આ જગ્યાએ એક સિંકહોલ બની ગયો. આ સિંકહોલમાં આ કાર આખેઆખી સમાય ગઇ.

મોડી સાંજે આ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી. આ દરમ્યાન ત્યાં પોલીસકર્મી પણ હાજર રહ્યા અને તેનો વીડિયો બનાવ્યો. આ અકસ્માતની ઘટનાએ બીએમસીની પોલ ખોલી નાંખી છે. તો બીએમસીએ આ ઘટના અંગે કહ્યું કે તેની સાથે તેમને કોઇ લેવા-દેવા નથી. આ ઘટના ખાનગી સોસાયટીમાં બની છે જેના પરિસરમાં એક કૂવો છે. આ કૂવાને આરસીસીથી કવર કરી દીધું હતું. સોસાયટીના લોકો પોતાની ગાડીઓને આ આરસીસી વિસ્તારમાં પાર્ક કરતા હતા. તેના લીધે એક કાર ખાડાના પાણીમાં ડૂબી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન