Raj Kundra'case: he will remain in police custody for 14 days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોર્નગ્રાફી કેસ: રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, 14 દિવસ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં

પોર્નગ્રાફી કેસ: રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, 14 દિવસ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં

 | 1:15 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા વિવાદોમાં ઘેરાયેલા છે. રાજ ઉપર ઘણા ગંભીર આક્ષેપો થયા છે. તેના પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવાનો આરોપ છે. આ કેસમાં નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે.

રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી કેસમાં રાહત મળી નથી. ત્યારબાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ કુંદ્રાને કિલ્લા કોર્ટ દ્વારા 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી છે. પોલીસે રાજ કુંદ્રાની 7 દિવસની કસ્ટડીની માંગ કરી છે. જ્યારે કોર્ટ તરફથી રાજ કુંદ્રાની 14 દિવસની પોલીસ કસ્ટડી વધારવામાં આવી છે.

રાજ કુંદ્રાને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે આજે મંગળવારે રાજ કુંદ્રાને રિમાન્ડ માટે કિલ્લાની કોર્ટમાં લઈ જવાયો છે. રાજને કિલ્લા કોર્ટમા રજૂ કરાયો હતો જ્યાંથી 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

રાજ કુંદ્રાને 2 કલાકની પૂછપરછ બાદ પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી. રાજ પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેમને એપ્સ પર રીલીઝ કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ રાજ આ કેસમાં મુખ્ય આરોપી છે. રાજ ઉપરાંત ઘણા વધુ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે.

આ પછી રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. હવે આ કેસની સુનાવણી આજે થઇ હતી જેમાં તેને 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન