દિલ્હીથી આવતાં નાઈજિરિયન યુવક પાસેથી મળ્યું 6 કરોડનું ડ્રગ્સ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દિલ્હીથી આવતાં નાઈજિરિયન યુવક પાસેથી મળ્યું 6 કરોડનું ડ્રગ્સ

દિલ્હીથી આવતાં નાઈજિરિયન યુવક પાસેથી મળ્યું 6 કરોડનું ડ્રગ્સ

 | 3:25 pm IST
  • Share

ડ્રગ્સના જથ્થા સાથે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ કાલુપુર રેલવે સ્ટેશનથી એક નાઇજિરિયન યુવકની મોડી રાતે ધરપકડ કરી છે. એનસીબીએ નાઇજિરિયન યુવક પાસેથી કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. 587 ગ્રામ કોકેઈન અને 700 ગ્રામ એમફેટામાઈન ઝડપાયું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી નાઇજિરિયન યુવકના થેલામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને ગરીબરથ ટ્રેનમાં આવી રહ્યો હોવાની બાતમી એનસીબીના અધિકારીઓને મળી હતી. બાતમીના આધારે મોડી રાતે કાલુપુર રેલવે સ્ટેશન પર એનસીબીના અધિકારીઓ તેમજ કાલુપુર રેલવે પોલીસ વોચમાં બેઠાં હતા ત્યારે મોડી રાતે પ્લેટફોર્મ નંબર 4 પર આવેલી ગરીબરથ ટ્રેનમાંથી એક નાઇજિરિયન યુવક ઊતર્યો હતો. એનસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા શંકાસ્પદ નશીલો પાઉડર મળી આવ્યો હતો.

એનસીબીના અધિકારીઓ નાઇજિરિયનની પૂછપરછ કરતાં તેનું નામ જોન બિલિયન હોવાનું સામે આવ્યું હતું. શંકાસ્પદ નશીલા પાઉડરનું એફએસએલની ટીમે પરીક્ષણ કરતાં કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું છે કે જોન પાસેથી મળી આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ રૂપિયા થાય છે. દર અઠવાડિયે જોન દિલ્હીથી કરોડો રૂપિયાનું કોકેન તેમજ એમ્ફેટામાઇન લઇને અમદાવાદ આવતો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટિકિટ કઢાવીને મુંબઇ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે જતો હતો. જોન કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગોવાની ટિકિટ લેતો હતો અને મુંબઇ ઊતરી જતો હતો. જોન ક્યાંથી ડ્રગ્સ ખરીદતો હતો, મુંબઇમાં કોને ડ્રગ્સ આપતો હતો તે મામલે તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન