Caution The circle mark on Chandragiri indicates waterlogging,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • સાવધાન ચંદ્રગિરિ ઉપર વર્તુળનું ચિહ્ન જળઘાત સૂચવે છે, પાણીથી દૂર જ રહેવું

સાવધાન ચંદ્રગિરિ ઉપર વર્તુળનું ચિહ્ન જળઘાત સૂચવે છે, પાણીથી દૂર જ રહેવું

 | 10:20 am IST
  • Share

હસ્ત ભાષા

ગત સપ્તાહમાં આપણે હાથમાં રહેલાં ચંદ્રગિરિ પર્વત વિશે જાણ્યું હતું, આ વખતે પણ તે વિશે વિગતે વાત કરીએ.

ચંદ્રગિરિ જો બિલકુલ વિસ્તૃત થયેલો ન હોય, ગેરહાજર હોય તો મનુષ્ય કલ્પના વિનાનો જડ અને ભાવિમાં શું થવાનું છે તે વિશે બિલકુલ વિચાર નહીં સામાન્યજીવી કરનારો થાય છે.

ચંદ્રગિરિ ઉપર તારો

(૧) દ્રોહ

(૨) વિશ્વાસઘાત

ચંદ્રગિરિ ઉપર તારાનું ચિહ્ન ડૂબવાથી મરણનું સૂચન કરે છે. આવા મનુષ્ય દ્રોહી અને વિશ્વાસઘાતી પણ નીવડે છે.

ચંદ્રગિરિ ઉપર ત્રિકોણ

૧. કલ્પનાનો સદુપયોગ

૨. જાદુમાં પ્રવીણતા

૩.મેલીવિદ્યામાં કૌશલ્ય

ચંદ્રગિરિ ઉપર ત્રિકોણનું ચિહ્ન કલ્પનાશક્તિના ઉપયોગમાં ડહાપણ ને વિવેકનું સૂચન કરે છે. આથી મનુષ્ય જાદુની કળામાં અને મેલીવિદ્યામાં પ્રવીણ થાય છે.

ચંદ્રગિરિ ઉપર વર્તુળનું ચિહ્ન ડૂબી જવાથી મરણનું સૂચન કરે છે.

ચંદ્રગિરિ ઉપરનું ચોરસનું ચિહ્ન બુદ્ધિથી કલ્પનાશક્તિના સંયમનું સૂચન કરે છે; તેમજ આગામી આફતમાંથી બચવા સૂચવે છે.

ચંદ્રગિરિ ઉપરની એક સીધી ઊભી રેખા અચાનક ઉપાધિનું સૂચન કરે છે.

ચંદ્રગિરિ ઉપર ત્રિશૂળનું ચિહ્ન કલ્પનાશક્તિના ઉપયોગમાં ડહાપણ ને વિવેકનું સૂચન કરે છે.

ચંદ્રગિરિ ઉપર જાળું

(૧) ગાંડપણ (૨) જળઘાત

ચંદ્રગિરિ ઉપર જાળાનું ચિહ્ન આગામી ગાંડપણ ને ઘેલછાનું સૂચન કરે છે. વળી તે જળઘાતની પણ આગાહી કરે છે.

ચંદ્રગિરિ ઉપર આડી રેખાઓ

(૧) દુશ્મન (૨) ઉપાધિ

ચંદ્રગિરિ ઉપર જેટલી આડી રેખા એટલા દુશ્મનનું સૂચન કરે છે ને ઉપાધિની આગાહી કરે છે.

ચંદ્રગિરિ ઉપર ચોકડીનું ચિહ્ન સ્વપ્નમાં રહેનાર અને ધૂનમાં મસ્ત રહેનારનું સૂચન કરે છે.

ચંદ્રગિરિ ઉપર ટપકાનું ચિહ્ન કલ્પનાના અવરોધ સૂચવે છે.

ચંદ્રના પ્રભાવવાળો મનુષ્ય મહાન કવિ અને લેખક થાય છે. પણ તે દુનિયાનો દાઝયો હોય છે અને તે દુનિયાથી અલગ એકાંતવાસ પસંદ કરે છે. હે મિત્ર! જો તારે કવિ થવું હોય તો ચંદ્રની કૃપા પામ પણ તેની અવકૃપા એટલી જ ખરાબ છે. શેક્સપિયર જેવા મહાન કવિને પણ અવકૃપાનાં માઠાં પરિણામ ભોગવવાં પડયાં છે.

શુક્રગિરિ  

આકૃતિ ગુણાન્ કથયતિ । પંચતંત્રમ્ ।

સૌંદર્ય જોનારની દૃષ્ટિ ઉપર અવલંબે છે, સાચું સૌંદર્ય અંતરમાંથી ઉદ્ભવે છે.

એક વિચાર  

સ્નેહ, સંક્રાંતિ છે, વાસના વિલાસની;

દયા ને દાનની તૃપ્તિ કળા સંગીત નૃત્યની,

વિરાજે સુંદરી સંગે કામરૂપ ધરી જગે;

અનંત કાર્યશક્તિનો શુક્રદેવ ગણ્યો જગે.

અનંત ચેતનની જ્યોતિ દિલમાં કોણ ન પ્રગટાવે? દયાની દેવર્મૂિત કોને દાન ન આપે? લલિત લલનાની લટકાળી ચાલ કોને ન આકર્ષે? સ્વર્ગીય સંગીતની મીઠી લહેર કોને ન મુગ્ધ કરે? સર્વાંગ સુંદર સુંદરીનાં નૃત્ય કોને ન નચાવે? સ્વર્ગીય સુંદરી સુધાનો જામ પાવા આવે તો કોણ ન પીએ? નંદનવનથી અપ્સરા સાથેનો વિહાર કોને અરુચિકર લાગે?

શુક્રગિરિ  

અંગૂઠાના મૂળમાં અને તેથી આગળના ભાગમાં જે ટેકરી જેવો ઉપસેલો ભાગ હોય તેને શુક્રગિરિ કે શુક્રનો પહાડ કહે છે.

શુક્રગિરિ કે શુક્રનો પહાડ જો અતિશય વિસ્તૃત હોય તો મનુષ્ય વિષયાંધ ને કામી, દુષ્ટ અને બડાઈખોર, છળકપટથી છેતરનારો, હૃદયહીન, સ્વાર્થી અને વિહારી થાય છે.

શુક્રગિરિ કે શુક્રનો પહાડ જો મધ્યમ કદે વિસ્તૃત હોય તો મનુષ્ય પવિત્ર પ્રેમવાળો, માયાળુ, દયાળુ ને ચારિત્ર્યવાળો થાય છે, તે સૌંદર્ય, સંગીત અને નૃત્યનો પરમભક્ત હોય છે.

શુક્રગિરિ કે શુક્રનો પહાડ જો બિલકુલ વિસ્તૃત ન હોય કે ગેરહાજર હોય તો મનુષ્ય ઠંડો અને લાગણી વિનાનો હોય છે.

જો ચંદ્રગિરિ અને શુક્રગિરિ બંને વિસ્તૃત હોય તો મનુષ્ય કાલ્પનિક પ્રેમી થાય છે; મનગમતી સુંદરી સાથે સહવાસ રાખનારો થાય છે અને ચંચળ વૃત્તિનો હોય છે.

શુક્રગિરિ ઉપર તારો  

૧. પ્રેમમાં નિરાશા

૨. મોહાંધતા

શુક્રગિરિ ઉપર તારાનું ચિહ્ન વિજાતીય વ્યક્તિ તરફથી પ્રેમમાં નિરાશાનું સૂચન કરે છે. મોહાંધ દશાની આગાહી કરે છે.

શુક્રગિરિ ઉપર ત્રિકોણ

૧. પ્રેમની ગાઢતા

૨. ગણિતશાસ્ત્રમાં પ્રવીણતા

શુક્રગિરિ ઉપર ત્રિકોણનું ચિહ્ન પ્રેમ અને સ્નેહબંધનની ગાઢતાનું સૂચન કરે છે. આવો મનુષ્ય ગણિતશાસ્ત્ર અને તમામ પ્રકારની ગણતરી અને આંકડાના શાસ્ત્રમાં પ્રવીણ થાય છે.

શુક્રગિરિ ઉપર વર્તુળ  

૧. પ્રેમનું સજ્જડ બંધન

શુક્રગિરિ ઉપર વર્તુળનું ચિહ્ન પ્રેમના બંધનમાં બંધાવાની આગાહી કરે છે.

શુક્રગિરિ ઉપર ચોરસનું ચિહ્ન કેદખાનાના સંભવમાંથી બચાવ કરે છે.

શુક્રગિરિ ઉપર એક સીધી ઊભી રેખા પ્રેમપંથમાં પડવાનું સૂચન કરે છે.

શુક્રગિરિ ઉપર ત્રિશૂળ-  

૧. ઉદાર વૃત્તિ

૨. માયાળુ સ્વભાવ

શુક્રગિરિ ઉપર ત્રિશૂળનું ચિહ્ન ઉદાર અને માયાળુ વૃત્તિનું સૂચન કરે છે.

શુક્રગિરિ ઉપર જાળું

(૧) વિષયલંપટતા

(૨) વિકારી જીવન

શુક્રગિરિ ઉપર જાળાનું ચિહ્ન વિષયવાસના ને વિષયલંપટતાનું સૂચન કરે છે. આવો મનુષ્ય વિકારી જીવન ગુજારે છે.

શુક્રગિરિ ઉપર આડી રેખા મોટી ચિંતાનું કારણ સૂચવે છે.

શુક્રગિરિ ઉપર ચોકડી  

૧. પ્રેમમાં નિરાશા

૨. ઘોર આપદા

શુક્રગિરિ ઉપર ચોકડીનું ચિહ્ન પ્રેમની બાબતમાં નિરાશા અને ઘોર આપદા સૂચવે છે.

શુક્રગિરિ ઉપર ટપકાનું ચિહ્ન કામજ્વરની પીડા તથા વિકાર ને વિષયલંપટતા અંગે ઉત્પન્ન થતા ભયંકર સ્પર્શજન્ય ચામડીનાં દર્દોનું સૂચન કરે છે.

શુક્રગિરિ ઉપર ટપકાનું ચિહ્ન વિકાર ને વાસના અંગે ઉત્પન્ન થતાં નાના વ્યાધિનું સૂચન કરે છે. જેવો કે પ્રમેહ, મધુપ્રમેહ વગેરે.

હે મિત્ર! પ્રેમનો પંથ ન્યારો છે. તે સેવા માંગતો નથી પણ સેવા સમર્પણ કરે છે. પ્રેમ ખરીદાતો નથી પણ કુરબાનીથી જીતી લેવાય છે.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન