Central employees will not be paid DA from July 1 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કેન્દ્રીય કર્મચારીઓને પહેલી જુલાઈથી DA અને પેન્શનર્સને DRની ચુકવણી નહીં થાય

કેન્દ્રીય કર્મચારીઓને પહેલી જુલાઈથી DA અને પેન્શનર્સને DRની ચુકવણી નહીં થાય

 | 6:15 am IST
  • Share

। નવી દિલ્હી ।

નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટેનું મોંઘવારી ભથ્થું (ડીએ) અને કેન્દ્ર સરકારના પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર) વધારા ચુકવણી ૧લી જુલાઇથી પુનઃ શરૂ કરવા સંબંધે કોઇ આદેશ પસાર નથી થયો. સોશિયલ મીડિયા પર કેન્દ્રીય કર્મચારીને મળનારા મોંઘવારી ભથ્થાને મુદ્દે વાઇરલ થયેલા મેસેજને નાણામંત્રાલયે જૂઠો કહ્યો છે. મંત્રાલયે ટ્વિટર પર વાઇરલ થયેલા મેસેજ વિષે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ‘સોશિયલ મીડિયા પર એક દસ્તાવેજ ફરી રહ્યો છે કે કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી ભથ્થું અને કેન્દ્ર સરકારના પેન્શનર્સ માટે મોંઘવારી રાહત ચુકવણી જુલાઇ ૨૦૨૧થી શરૂ થઇ રહી છે. ભારત સરકાર દ્વારા આવો કોઇ આદેશ કરવામાં નથી આવ્યો. સોશિયલ મીડિયા પર જોવા મળી રહેલો કાર્યાલય આદેશ પૂરી રીતે જૂઠો છે.’

નાણામંત્રાલયે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારના ૫૦ લાખ કર્મચારીના મોંઘવારી ભથ્થા(ડીએ) અને ૬૧ લાખ પેન્શનર્સને અપાતી મોંઘવારી રાહત (ડીઆર)ના વધારવાની પ્રક્રિયાને કોવિડ મહામારીના કારણસર ૩૦ જૂન ૨૦૨૧ સુધી સ્થગિત કરી દીધી હતી. ખર્ચ વિભાગે એમ પણ કહેવામાં આવ્યું હતું કે ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી ચૂકવવાની રહેતી વધારાના હપતાની ચુકવણી પણ નહીં કરવામાં આવે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ૧ જુલાઇ, ૨૦૨૦, ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના વધારાના હપતાના એરિયરની ચુકવણી પણ નહીં થાય. વિભાગે જોકે જણાવ્યું હતું કે ડીએ અને ડીઆરની વર્તમાન દરે ચુકવણી ચાલુ રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો