Lock down Could Be Increased? Central Government Thinking About it
  • Home
  • Corona live
  • 14 એપ્રિલથી લાંબા સમય માટે વધશે લોકડાઉન! કેન્દ્ર સરકાર કરી રહી છે વિચાર

14 એપ્રિલથી લાંબા સમય માટે વધશે લોકડાઉન! કેન્દ્ર સરકાર કરી રહી છે વિચાર

 | 4:18 pm IST

દેશમાં 14 એપ્રિલ સુધી જાહેર 21 દિવસનાં લોકડાઉનને લઇને જોરદાર સસ્પેન્સ બન્યું છે. શું આ લૉકડાઉન વધશે આને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન ખબર છે કે કોરોના વાયરસનાં કારણે દેશમાં જાહેર 21 દિવસનું લોકડાઉન વધારવામાં આવશે. સરકારનાં ટોચનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અનેક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની અપીલ કરી છે.

દેશમાં કોવિડ-19નાં કેસોમાં વધારો થઈ રહ્યો છે

ટોચનાં સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે અનેક રાજ્યો અને નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને દેશમાં જાહેર લોકડાઉનને વધારવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને નિષ્ણાતોની સલાહ પર વિચાર કરી રહી છે. દેશમાં કોવિડ-19નાં કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ 25 માર્ચથી દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતુ. લોકડાઉનની સમયસીમા 14 એપ્રિલનાં ખત્મ થઈ રહી છે.

કોરોનાનાં હોટસ્પોટ વિસ્તારોમાં જ વધારાશે લોકડાઉન?

કેટલાક દિવસ પહેલાથી એવી ચર્ચા હતી કે કેન્દ્ર સરકાર એ વિસ્તારોમાંથી લોકડાઉન હટાવી શકે છે જે કોરોનાનાં હોટસ્પોટ નથી. આ દરમિયાન એવા પણ સમાચાર આવ્યા હતા કે તેલંગાના સરકારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકડાઉન 3 જૂન સુધી વધારવાનો આગ્રહ કર્યો હતો. જો કે ત્યારબાદ તેલંગાના સરકારે આનું ખંડન કર્યું હતુ.

4,400થી વધારે લોકો કોરોનાથી પોઝિટિવ છે

દેશમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધી 100થી વધારે મોત થઈ ચુક્યા છે. 4,400થી વધારે લોકો કોરોનાથી પોઝિટિવ છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી હતી. કેટલાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ કર્યું હતુ કે જરૂરી નથી કે 14 એપ્રિલનાં લોકડાઉન ખત્મ કરી દેવામાં આવે. લોકોને આના માટે લાંબી રાહ જોવી પડી શકે છે. યૂપીમાં કોરોનાનાં 305 કેસ સામે આવ્યા છે અને 3 લોકોનાં મોત થયા છે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં ડાયમંડ વેપારીઓની મદદ કરવાની અનોખી રીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન