Central government's advice to take risk of traveling only if you have taken two doses of Corona vaccine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમે રસીના બે ડોઝ લીધા છે? કેન્દ્ર સરકારે આપી પ્રવાસ કરવા પર આપી મોટી સલાહ

શું તમે રસીના બે ડોઝ લીધા છે? કેન્દ્ર સરકારે આપી પ્રવાસ કરવા પર આપી મોટી સલાહ

 | 10:15 am IST
  • Share

આઇસીએમઆર દ્વારા હાથ ધરાયેલા ચોથા નેશનલ સિરો સર્વેમાં દેશની ૬૭.૬ ટકા વસતીમાં કોરોના વાઇરસના એન્ટિબોડી મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે. તેનો અર્થ એ થયો કે કોરોના મહામારીનો થર્ડ વેવ આવવાની સંભાવના વચ્ચે દેશની અડધા કરતા વધુ વસતીએ સંક્રમિત થઈને અથવા તો કોરોનાની રસી લઈને કોરોના વાઇરસ સામે રોગ પ્રતિકારક પ્રાપ્ત કરી લીધી છે. તેમ છતાં આઇસીએમઆર અને હવે કેન્દ્ર સરકારે જનતાને ચેતવણી આપી છે કે દેશના લગભગ ૪૦ કરોડ લોકો પર હજુ કોરોના વાઇરસનો એટેક થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે કોરોના રસીના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવાસ કરવાનું જોખમ લેવું જોઈએ.

આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે એડવાઇઝરી જાહેર કરાઈ હતી. કેન્દ્રે જણાવ્યું હતું કે, ચોથા સિરો સર્વેના તારણે આશાનું કિરણ જન્માવે છે તેમ છતાં લાપરવાહીને કોઈ સ્થાન નથી. હજુ પણ દેશની ૩૨ ટકા વસતી પર કોરોના સંક્રમણનું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી તરફ નેશનલ સિરો સર્વે દેશમાં કોરોના સામેની રોગપ્રતિકારક સ્થિતિની ઉપરછલ્લી સ્થિતિ રજૂ કરે છે. સ્થાનિક અને જિલ્લા સ્તરે સ્થિતિ અલગ હોઈ શકે છે.

આ સિવાય કોરોના સંક્રમણ સામે કેટલા ટકા વસતીએ રોગપ્રતિકારકતા હાંસલ કરી છે તે જાણવા માટે રાજ્યોએ સ્થાનિક સિરો સર્વે કરાવવા જોઈએ જેથી તેના આધારે રાજ્ય સ્તરે પગલાં લઈ શકાય. સિરો સર્વેના તારણ અનુસાર કેટલાક રાજ્યોમાં કોરોના સામેની રોગપ્રતિકારકતા ઘણી ઓછી છે તેથી ભવિષ્યમાં કોરોના મહામારીના વધુ વેવ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન