central solenoid machine is the product of the 35 countries effort
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 35 દેશોના ભેજાની ઉપજ છે આ ચમત્કારિક મશીન, બદલાઈ જશે ધરતી – 24 બિલિયન ડૉલર્સનો ખર્ચ

35 દેશોના ભેજાની ઉપજ છે આ ચમત્કારિક મશીન, બદલાઈ જશે ધરતી – 24 બિલિયન ડૉલર્સનો ખર્ચ

 | 4:18 pm IST
  • Share

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા ખતરાના કારણે ક્લીન એનર્જીને લઇને અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાનમાં છેલ્લા 10 વર્ષોથી દુનિયાનું સૌથી મોટું ચુંબક તૈયાર કરવામાં આવી રહ્યું હતુ જે અનેક રીતે ધરતીને બદલી શકે છે. આ મેગ્નેટ એક વિશાળકાય મશીન ઇન્ટરનેશનલ થર્મોક્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITIR)નો ભાગ છે અને આ મીશનનો ઉદ્દેશ પૃથ્વી પર સૂરજના સ્તરની એનર્જીનું નિર્માણ કરવાનો છે.

આ મેગ્નેટ 59 ફૂટ લાંબું હશે. આનું વજન પણ 1000 ટન હશે. આ મેગ્નેટને ડિઝાઇન અને મેન્યુફેક્ચર જનરલ એટોમિક્સે કર્યો છે. આ મેગ્નેટ એટલું શક્તિશાળી હશે કે આ 1000 ફૂટ લાંબા અને 1 લાખ ટનના એરક્રાફ્ટ કેરિયરને પણ જમીનથી 6 ફૂટ ઊંચે ઊઠાવવામાં સફળ થઈ શકશે. આ ચુંકબની શક્તિનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે આ ધરતીની મેગ્નેટિક ફીલ્ડથી 2 લાખ 80 હજાર ઘણો વધારે શક્તિશાળી હશે.

આ મેગ્નેટનું નામ સેન્ટ્રલ સોલેનોયડ છે અને આને અમેરિકાના શહેર કેલિફોર્નિયામાં બનાવવામાં આવી રહ્યું છે અને હવે તેને ફ્રાન્સ મોકલવામાં આવશે. આ વિશાળકાય મશીનને બનાવવામાં ચીન, જાપાન, કોરિયા, ભારત, રશિયા, યુકે, સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોથી પણ ફંડિંગ લેવામાં આવી છે અને આ મશીન 75 ટકા સુધી પૂર્ણ થઈ ચુક્યું છે. આ મેગ્નેટ અને બાકી તમામ ચીજોને એક સાથે જોડવાથી ITR ટોકમેક નામની આ મશીન તૈયાર થઈ જશે. વર્ષ 2025 સુધી આમાં પહેલીવાર પ્લાઝ્મા જનરેટ કરવામાં આવશે.

આ મશીનનો ખર્ચ લગભગ 24 બિલિયન ડૉલર્સ છે અને આ એક એવી મશીન હશે જે ધરતી પર ફ્યૂઝન એનર્જી પેદા કરશે. આ મશીનને ધરતીનો સૂરજ પણ કહેવામાં આવશે. આ મશીનને ક્લિન સોર્સ તરીકે એટલે જોવામાં આવી રહ્યું છે કારણ કે આનાથી ના તો ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન થશે અને ના તો આ મશીનના કારણે કોઈ પ્રકારનો રેડિયોએક્ટિવ કચરો પેદા થશે. આ ઉપરાંત ફ્યૂઝન પ્લાન્ટમાં એક્સિડન્ટનો ખતરો ઘણો ઓછો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન