PFમાં કેટલું બેલેન્સ છે ચેક કરો ઘરે બેઠાં જ આ રીતે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • PFમાં કેટલું બેલેન્સ છે ચેક કરો ઘરે બેઠાં જ આ રીતે

PFમાં કેટલું બેલેન્સ છે ચેક કરો ઘરે બેઠાં જ આ રીતે

 | 4:10 pm IST
  • Share

જો તમે ખાનગી કંપનીમાં કામ કરતાં હોય તો તમે કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન(ઈપીએફઓ)માં જમા પોતાના પૈસા વિશે જાણકારી ઘરે બેઠાં હાંસલ કરી શકો છો. ઈપીએફઓના સભ્યોની સંખ્યા કરોડોમાં છે. એમાંથી અનેક લોકોને એ જાણ નથી હોતી કે ઘણાં વર્ષ સુધી નોકરી કર્યા પછી તેમના ઈપીએફ ખાતામાં કેટલાં પૈસા જમા છે. અમે તે જાણવા માટે સાવ સરળ રીત જણાવીએ છીએ.

1.ઈપીએફઓના પોર્ટલ દ્વારા
એક સંયુક્ત પોર્ટલને બદલે નોકરીયાતો પોતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર(યૂએએન)ની જરૂરિયાત રહેશે. એ પછી આપ પોતાની પાસબુક જોઈને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.

આપ ઈપીએફઓ પોર્ટ્લ પર જાઓ અને તેમાં હોમ પેજ પર Our services કોલમ આપેલું હશે તેના પર ક્લિક કરો. તેમાં પેટા કોલમ For Employees આપ્યું હશે. તેના પર ક્લિક કરો. એ પછી service કોલમ પર જાઓ અને Member passbook  કોલમ પર ક્લિક કરો. તેમાં તમારો યૂએએન નંબર નાંખો. તમારા એકાઉન્ટની વિગતો તમને સ્ક્રિન પર જ જોવા મળશે. તમે તેનું print પણ લઈ શકો છો.

તમારી પાસે પાકી માહિતી હોવી જોઈએ કે તમે જ્યાં નોકરી કરતાં હતાં તે કંપની દ્વારા તમારુ યૂએએન નંબર એક્ટિવેટ કરવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખો કે યૂએએન ઈપીએફઓ દ્વારા આપવામાં આવે છે. પણ તેની તપાસ અને પુષ્ટિ કરવાની જવાબદારી તમારી કંપનીની છે.

જો તમારું એકાઉન્ટ પહેલાંથી જ સક્રિય હોય તો તમે સહેલાઈથી યૂએએન અને પાસવર્ડ દ્વારા પોતાના ખાતામાં જમા રાશિ વિશએ જાણી શકો છો. જો કે ઈપીએફઓ સ્કીમ 1952 હેઠળ સ્થાપિત સંસ્થાઓ અને સભ્યો માટે આ પાસબુક ઉપલબ્ધ હોતી નથી.

2.SMS મોકલીને
જો તમે ઈપીએફઓની સાથે રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે 7738299899 પર SMS મોકલીને પોતાની લેટેસ્ટ જમા રાશિ વિશે જાણકારી મળી શકે છે. એ માટે તમારે આ રીતનો મેસેજ મોકલવાનો રહેશે.

ENGનો અર્થ અંગ્રેજી થાય છે. તમે જે ભાષામાં જાણકારી જોઈએ તે ભાષાના પહેલા ત્રણ અક્ષર અગ્રેજીમાં લખો. જો તમારે માહિતી હિન્દીમાં જોઈતી હોય તો તમે EPFOHO UAN Hin લખવાનું રહેશે. જો તમે મરાઠીમાં જાણકારી ઈચ્છતા હોય તો તમારે EPFOHO UAN MAR લખવાનું રહેશે. આ રીતે મોકલેલા મેસેજનો તમારી ભાષામાં જવાબ મળશે.

આ સુવિધા દ્વારા તમે અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઈપીએફઓ માત્ર એ સભ્યોની જાણકારી આપી શકે છે જે તેમની સાથે જોડાયેલા છે. તમારો યૂએએન નંબર બેંક, પેન કે આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોવો ફરજિયાત છે.

3. મિસ્ડ કોલ આપીને
જો તમે યૂએએન પોર્ટલ પર પહેલાથી જ રજિસ્ટર્ડ હોય તો તમે 011 22901406 પર મિસ્ડકોલ દઈને પોતાના ખાતામાં રહેલી બેલેન્સ વિશે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જો કે એ માટે તમારે રજિસ્ટર્ડ નંબરથી જ મિસ્ડ કોલ કરવાનો રહેશે. એ માટે પણ તમારે યૂએએન નંબરનો બેંક, પેન કાર્જ અને આધાર કાર્ડ સાથે લિંક અનિવાર્ય છે.

4.ઈપીએફઓ એપ દ્વારા
ઈપીએફઓએ એમ સેવા પણ આપે છે. જેમાં  તમે ઈપીએફઓની એમ સેવા એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ પૂરું થયું બાદ તમે મેમ્બર પર ક્લિક કરીને બેલેન્સકે પાસબુક પર ક્લિક કરો. એ સાથે તમે તમારો યૂએએન અને મોબાઈલ નંબર નાંખીને જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન