Chemicals in shampoo-makeup cause deaths each year in US: study
  • Home
  • Health & Fitness
  • શેમ્પૂ-મેકઅપમાં રહેલાં રસાયણોથી USમાં દર વર્ષે એક લાખ મોત થાય છે : અભ્યાસ

શેમ્પૂ-મેકઅપમાં રહેલાં રસાયણોથી USમાં દર વર્ષે એક લાખ મોત થાય છે : અભ્યાસ

 | 8:15 am IST
  • Share

  • હોર્મોન્સમાં ભાંગફોડ સર્જાંતા શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઈ જતું હોય છે

  • આવી પ્રોડક્ટના માધ્યમથી ટોક્સિન શરીરમાં પ્રવેશ કરે છે અને તેને કારણે ડાયાબિટીસ, મેદસ્વિતા અને હૃદયરોગ પણ થઇ શકે

પ્લાસ્ટિક પેકિંગની સામગ્રીથી માંડીને મેકઅપ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ રસાયણોને કારણે શરીર રોજ થેરેટ્સના સંપર્કમાં આવતાં અમેરિકામાં વાર્ષિક 1,00,000 મૃત્યુ નોંધાય છે. ન્યૂયોર્ક યુનિર્વિસટીએ ચેતવણી આપી છે કે રમકડાથી માંડીને વસ્ત્રો, શેમ્પૂ સહિતની સેંકડો પ્રોડક્ટમાં જે રસાયણોનો ઉપયોગ થાય છે તે એવા રસાયણો છે કે જે હોર્મોન્સમાં ભાંગફોડ સર્જવાની ક્ષમતા ધરાવતા હોય છે. દાયકાઓથી એ હકીકત જાણીતી છે કે તે રસાયણો હોર્મોન્સમાં ભાંગફોડ સર્જે છે અને તેને કારણે શરીરની પ્રક્રિયાઓ પરનું નિયંત્રણ નબળું પડે છે. પર્યાવરણ અને પ્રદૂષણ વિષયક જર્નલમાં જાહેર થયેલા અભ્યાસ મુજબ આવી પ્રોડક્ટના માધ્યમથી ટોક્સિન શરીરમાં પ્રવેશ કરે છે અને તેને કારણે ડાયાબિટીસ, મેદસ્વિતા અને હૃદયરોગ પણ થઇ શકે છે.

ન્યૂયોર્ક યુનિર્વિસટીની ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા આ સંબંધમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાએ 55 થી 64 વર્ષની વયના 5000 વયસ્કો પર સંશોધન હાથ ધર્યાને અંતે જણાવ્યું હતું કે જેમના પેશાબમાં થેલેટ્સનું પ્રમાણ વધી જતું હોય છે તેમનું હૃદયરોગના કારણે મૃત્યુ થવાની શક્યતા વધી જતી હોય છે. જોકે પેશાબમાં થેલેટ્સનું પ્રમાણ વધી જવાને કારણે કેન્સરને કારણે મૃત્યુ થવાની સંભાવના નથી જોવાઇ.

સંશોધકોનું કહેવું છે કે એટલું તો સ્પષ્ટ થઇ જ ચૂક્યું છે કે ટોક્સિક થેલેટ્સના સંપર્કને જેટલો ઘટાડવામાં આવે તેટલી હદે લોકોના શારીરિક અને નાણાકીય કલ્યાણને સુનિશ્ચિત કરી શકાય છે. સંશોધકોના તારણ મુજબ વયસ્ક પુરુષોમાં ટેસ્ટોટેરોનનું પ્રમાણ ઘટતાં પ્રતિ વર્ષ 10,000 મૃત્યુ નોંધાય છે. સંશોધકોનું એમ પણ કહેવું છે કે થેલેટ્સને કારણે વાર્ષિક 40 અબજથી 47 અબજ ડોલરનું આર્થિક નુકસાન નોંધાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો