તમારા બાળકોને શીખવાડો હસતા, તો થશે આ લાભ - Sandesh
  • Home
  • Lifestyle
  • તમારા બાળકોને શીખવાડો હસતા, તો થશે આ લાભ

તમારા બાળકોને શીખવાડો હસતા, તો થશે આ લાભ

 | 2:02 pm IST
  • Share

જે બાળકો દરેક વાત પર ગુસ્સો કરે છે, એકદમ છણકા કરવા લાગી જાય છે એવા બાળકો પરિવાર, સોસાયટી અને સ્કૂલમાં ગુસ્સાવાળા આક્રોશ પ્રવૃત્તિવાળા તરીકે ઓળખાય છે. પરંતુ જે બાળકો હસમુખ, વિનોદપ્રિય અને હાસ્યમાં આગળ પડતાં હોય છે તેઓ લોકોની વચ્ચે લોકપ્રિય થઈ જાય છે. હસમુખ અને વિનોદપ્રિય વ્યક્તિ પોતાની વિનોદપ્રિયતાથી માત્ર ગંભીર અને નીરસ વાતાવરણને સરસ જ નથી બનાવતું, પરંતુ સાથે સાથે પોતાની જીવનની વિષમતાઓને પણ હસતાં-હસતાં પાર કરી લે છે.

વિનોદી બનાવવાનો અર્થ એ નથી કે બાળક અન્ય લોકોની મજાક ઉડાવે. સાચા અર્થમાં વિનોદી તે છે જે પોતાની સફળતાઓ પર પણ ખુલ્લા મને હસી શકે. જીવનના વિનોદી પક્ષને જોઈ શકવાની ક્ષમતા ઉત્પન્ન કરવાની જ બાળક અન્યોની દ્રષ્ટિએ પ્રશંસનીય બની શકે છે.

જો કે આ માટે સૌથી જરૂરી ગુણ તેનામાં વિકસીત કરવા જેવો હોય તો તે છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ ત્યારે જ ઉત્પન્ન થઈ શકે છે જ્યારે બાળકને પોતાની યોગ્યતા પર સંપુર્ણ વિશ્વાસ હોય અને આ વિશ્વાસ મોટા લોકોના પ્રોત્સાહન અને પ્રશંસા વડે જ આવે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો