China building secret military base on soil without knowledge of UAE
  • Home
  • Top News
  • યુએઈની જાણકારી વિના જ ચીન તેની જમીન પર ગુપ્ત સૈન્યમથક બનાવતું હતું

યુએઈની જાણકારી વિના જ ચીન તેની જમીન પર ગુપ્ત સૈન્યમથક બનાવતું હતું

 | 8:12 am IST
  • Share

  • અમેરિકાએ ચીનને ગુપ્ત સૈન્યમથક બનાવતાં અટકાવ્યું 

  • અમેરિકા-યુએઈ વચ્ચે તિરાડ

     

ચીન ગુપ્ત સૈન્યમથક ઊભું કરી રહ્યું હોવાની જાણકારી મળતાં જ સંયુક્ત આરબ અમિરાતે આ અંગે તેને કોઇ જાણકારી હોવાનો ઇનકાર તો કરી દીધો છે. પરંતુ બંને જૂના મિત્રોના સંબંધમાં તિરાડ સર્જાઇ રહી છે. આવી કોઇ તિરાડ ના સર્જાય તે હેતુસર યુએઇ દ્વારા અમેરિકા સાથે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. યુએઇએ સ્પષ્ટપણે કહી દીધું છે કે ગુપ્ત સૈન્યમથક ઊભું કરવાને મુદ્દે ચીન સાથે કોઇ કરાર નથી કર્યા.

ફરી એકવાર ડ્રેગનની ચાલબાજી ખૂલીને સામે આવી છે. ચીન સંયુક્ત આરબ અમિરાત( યુએઇ)ના ખલિફા પોર્ટ ખાતે ચુપચાપ એક સૈન્યમથક ઊભું કરી રહ્યું હતું. અમેરિકાએ તે સૈન્યમથકને ઊભું થતું અટકાવી દીધું છે. ચિંતાજનક વાત એ છે કે યુએઇને ચીનની આ પ્રવૃત્તિની કોઇ જાણકારી નહોતી. વોલ સ્ટ્રીટના અહેવાલ મુજબ અમેરિકાએ દબાણ કરતાં યુએઇ દ્વારા ચીની બાંધકામને અટકાવી દીધું છે. સેટેલાઇટ તસવીરોની મદદથી અમેરિકી જાસૂસી એજન્સીને ચીન દ્વારા યુએઇમાં ઊભા થઇ રહેલા સૈન્યમથકની જાણકારી મળી હતી.

અમેરિકી એજન્સીના ધ્યાનમાં આવ્યું હતું કે તે સ્થાને કોઇક ઇમારત ઊભી કરવા મોટા મોટા ખાડા ખોદાયેલા હતા. ચીન દ્વારા યુએઇના જે બંદરગાહે સૈન્યમથક ઊભું થઇ રહ્યું હતું કે અબુ ધાબીથી 80 કિ.મી.ના અંતરે છે. ચાઇના આસિયાન શિપિંગ ગ્રૂપ કંપની દ્વારા અહીં એક મોટું કોમર્શિયલ કન્ટેનર ટર્મિનલ ઊભું થઇ રહ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો