China Firm On Covid Travel Curbs As Indian Students Protest
  • Home
  • Featured
  • ભારતીય વિદ્યાર્થીઓને ફટકો, કોરોનાને રોકવા વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે : ચીન

ભારતીય વિદ્યાર્થીઓને ફટકો, કોરોનાને રોકવા વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે : ચીન

 | 8:00 am IST
  • Share

ચીને જણાવ્યું હતું કે, કોરોનાને રોકવા માટે વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. કોરોના પ્રતિબંધોના કારણે ચીન નહીં જઈ શકવાથી જેમનો અભ્યાસ અટકી પડયો છે એવા વિદ્યાર્થીઓએ ભારતમાં દિલ્હી ખાતે આવેલા ચીની દૂતાવાસ સામે દેખાવો કરી રહ્યા હતા.

ચીની દૂતાવાસે તેનો જવાબ આપ્યો હતો. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા હુઆ ચુન્યિંગે પત્રકારોને જણાવ્યું કે, કોરોના હજી વિશ્વના અનેક દેશોમાં પ્રવર્તી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં ચીનની સરકાર પાસે વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. હું ખાસ ધ્યાન પર મૂકવા માગું છું કે, વિદેશમાં ફસાઈ ગયેલા ચીની નાગરિકોને પણ ચીન પરત ફરવા સામે આવો જ પ્રતિબંધ છે. સરકાર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો