China, the world's largest economy, lost its growth rate
  • Home
  • Featured
  • સૌથી મોટા અર્થતંત્ર ચીનની આર્થિક વૃદ્ધિનો દર ફસકાઇ ગયો

સૌથી મોટા અર્થતંત્ર ચીનની આર્થિક વૃદ્ધિનો દર ફસકાઇ ગયો

 | 10:41 am IST
  • Share

  • ચીનમાં આર્થિક વૃદ્ધિ 18%થી ઘટી 4.9 %
  • સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફક્ત 4.9 ટકા વૃદ્ધિ નોંધાઇ 
  • કોરોના રોગચાળામાંથી બહાર આવવાની ચીનની ઝડપ પહેલાંની તુલનાએ ઘણી ઘટી ગઇ

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર ચીનની આર્થિક વૃદ્ધિનો દર ફસકાઇ રહ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફક્ત 4.9 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 18 ટકાથી વધુનો વૃદ્ધિદર નોંધાવનારા ડ્રેગને બીજા ક્વાર્ટરમાં ૭.૯ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. આ બાબતની પુષ્ટી ચીન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરી રહ્યા છે. આંકડા દર્શાવે છે કે કોરોના રોગચાળામાંથી બહાર આવવાની ચીનની ઝડપ પહેલાંની તુલનાએ ઘણી ઘટી ગઇ છે. ઊર્જાની તીવ્ર અછત, પુરવઠાની સમસ્યા અને કોવિડ-૧૯ સામે ચીનનું અર્થતંત્ર પાછું પડયું છે.

નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના પ્રવક્તાએ આ આંકડાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વનું વાતાવરણ અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલું છે. આ કારણોસર ઘરેલુ આર્થિક વિકાસનો દર પણ પ્રભાવિત થયો છે. નોંધનીય છે કે ચીન પાછલા કેટલાક સમયથી ભારે ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત ચીનના રીઅલ એસ્ટેટ માર્કેટમાં પણ ભારે મંદીનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. આંકડા પરથી ખ્યાલ આવે છે કે છેલ્લા ત્રણ ક્વાર્ટરથી વૃદ્ધિદર સતત ગગડી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર ચીનના પ્રોપર્ટી સેક્ટરમાં રોકાણકારોની રુચિ ફક્ત ઓછી નથી થઇ સાથે આ સેક્ટરમાં રોકાણને લઇને ભય પણ ઊભો થયો છે.  

ચીનને ટેક કંપનીઓ પરનું નિયંત્રણ નડી રહ્યું છે  

જાણકારો કહે છે કે ચીન સરકાર દ્વારા દેશની ટેક કંપનીઓ પર નિયંત્રણ વધારવામાં આવી રહ્યું છે સાથે કોરોના રોગચાળાના કારણે લોકડાઉન ઉપરાંત વીજળીનું સંકટ અને કોલસાની અછતે દેશની વૃદ્ધિની ગતિ ઉપર બ્રેક મારવાનું કામ કર્યું છે. ડોમેસ્ટિક રિટેલ સેલ્સની જ વાત કરીએ તો પાછલા વર્ષે તેમાં ૪.૪ ટકાની તેજી જોવા મળી હતી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો