China video of atrocities against 2 million Uighurs
  • Home
  • Top News
  • 20 લાખ ઉઇઘુરો પરના અત્યાચારનો વીડિયો સામે આવતાં ચીન ફરી વિવાદમાં

20 લાખ ઉઇઘુરો પરના અત્યાચારનો વીડિયો સામે આવતાં ચીન ફરી વિવાદમાં

 | 8:03 am IST
  • Share

  • ઝિંઝિયાંગ પ્રાંતમાં થતા દમનના વીડિયો ફરતા થયા

  • મુસ્લિમ લઘુમતી અને ખાસ કરીને ઉઇઘુર સમુદાય પર દમન આચરવામાં આવે છે

  • ગુઆન આ વિસ્તારમાં બે વર્ષ સુધી ફરતા રહ્યા

ચીનમાં એક માનવ અધિકાર કાર્યકરે ગુપ્ત કેમેરાની મદદથી વીડિયો ઉતારીને છાવણીઓમાં નજરકેદ ઉઇઘુર સમુદાયના લોકોને આપવામાં આવતા અત્યાચાર વિશે સ્પષ્ટતા કરી છે. માનવ અધિકાર કાર્યકર ગુઆન ગુઆન ચીનના ઉરૂમચી શહેરમાં એક પર્યટક બનીને પહોંચ્યા હતા. સામાન્યપણે પર્યટકો ઉરૂમચી શહેરમાં ના આવતા હોવાથી ગુઆન ગુઆન પોતે ડરેલા હતા. પરંતુ તેમની બેગ પર એક જાસૂસી કેમેરો લાગેલો હતો. તેની મદદથી તેમણે ગુપ્ત રીતે સામ્યવાદી સરકાર દ્વારા જે છાવણીઓમાં લોકોને નજરકેદ રાખવામાં આવી રહ્યા છે તે છાવણીનું રેકોર્ડિંગ કર્યું હતું. સાહસિક કાર્યકર્તાએ પોતાના મિશનમાં લોકોને પુનઃશિક્ષિત કરવા બનેલી છાવણીઓ, લોકોને અટકાયતમાં રાખવામાં આવે છે તે છાવણીઓ અને જેલોના બનેલા ક્રૂર નેટવર્ક અંગે સ્પષ્ટતા કરી છે. 

ડેઇલીમેલના જણાવ્યા મુજબ આ છાવણીઓ ઝિંઝિયાંગ પ્રાંતમાં આવેલી છે. આ પ્રાંતમાં ચીન તરફથી મુસ્લિમ લઘુમતી અને ખાસ કરીને ઉઇઘુર સમુદાય પર દમન આચરવામાં આવે છે. ગુઆન આ વિસ્તારમાં બે વર્ષ સુધી ફરતા રહ્યા અને માહિતી એકત્ર કરતા રહ્યા. ચીની માનવ અધિકાર કાર્યકર જાણતો હતો કે પોલીસ તેને પકડી લે તો સરકાર દ્વારા થઇ રહેલા અત્યાચારની સ્પષ્ટતા કરવા બદલ તેને ભારે સજા થઇ શકે તેમ છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો