China's footprint in Sri Lanka is worrisome for India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનનો શ્રીલંકામાં પગપેસારો ભારત માટે ચિંતાજનક

ચીનનો શ્રીલંકામાં પગપેસારો ભારત માટે ચિંતાજનક

 | 9:33 am IST
  • Share

શ્રીલંકાના માળખાગત વિકાસના પ્રોજેક્ટ્સ લોનરૃપે બનાવી આપવાના નામે ચીન હવે ઉત્તર શ્રીલંકામાં પણ પગપેસારો કરવા લાગ્યું હોવાથી ભારત માટે મોટી ચિંતાનો વિષય બન્યું છે. ચીન ઉત્તર શ્રીલંકાના તમિળ નિવાસીઓના મન જીતી લેવાના પેંતરા પણ કરી રહ્યું છે. પોતાની શિકારી લોન નીતિ વડે ચીન દક્ષિણ શ્રીલંકામાં ખાસ્સું ઊંડે ઊતરી ચૂક્યું છે. હવે તે ઉત્તર શ્રીલંકામાં પ્રોજેક્ટ્સ બનાવી રહ્યું હોવાથી ભારત માટે ચિંતા સર્જાઈ છે. શ્રીલંકાના આર્થિક અને માળખાગત વિકાસના નામે ઉત્તરના વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ સ્થાપીને કબજો કરનાર ચીન જરૃર પડયે ભારત સામે મોરચો માંડવા પણ એ સ્થળોનો ઉપયોગ કરી શકે એવી શક્યતા ભારત માટે જબરજસ્ત જોખમ સર્જે છે.

સંરક્ષણ વિભાગના સૂત્રના જણાવ્યા અનુસાર અત્યાર સુધી શ્રીલંકામાં ચીનના પ્રોજેક્ટ્સ દક્ષિણ કિનારાનાં શહેરો અને વિસ્તારોમાં જ થઈ રહ્યા હતા. હવે ગોટબાયા રાજપક્સેની સરકાર શ્રીલંકાના ઉત્તર કિનારે પણ પ્રોજેક્ટ્સ સ્થાપવાની મંજૂરી આપવા લાગી છે. જો કે ભારત દ્વારા દરેક પ્રોજેક્ટ અને હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

જાફના પેનિન્સુલા વિસ્તારના ટાપુઓ ઉપરના ૧.૨ કરોડ ડોલરના વાયુ અને સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ ચીનની સાઈનોસાર એટેસ્વિન કંપનીને આપવા સામે ભારત સરકારે વિરોધ નોંધાવ્યો હતો અને એ પ્રોજેક્ટ માટે ૧.૨ કરોડ ડોલરની લોન આપવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

શ્રીલંકાએ ઉત્તર કિનારાના ગામ પાસેની જમીન સી કુકુમ્બર નામની માછલીના ઉછેરના ચીન સાથેના સંયુક્ત પ્રોજેક્ટ માટે ફાળવી આપ્યું છે.  ઉલ્લેખનીય છે કે કોલંબો પોર્ટ ઉપર ઈસ્ટ કન્ટેનર ર્ટિમનલ બનાવી આપવાના ભારત-જાપાન સાથેના ત્રિપક્ષીય કરારમાંથી શ્રીલંકા પાછું ખસી ગયું તેનો પણ ભારત સરકાર વિરોધ કરી રહી છે.  જોકે શ્રીલંકાએ નવા કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટ માટે હમ્બાન્ટોટા પોર્ટ ૯૯ વર્ષના ભાડાપટે ચીનને આપી દીધું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો