China's rocket is out of control in space which will fall on earth soon
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અંતરિક્ષમાં અનિયંત્રિત થયું ચીનનું મહાકાય રૉકેટ, ધરતી પર ગમે તે ઘડીએ મચાવી શકે છે તબાહી

અંતરિક્ષમાં અનિયંત્રિત થયું ચીનનું મહાકાય રૉકેટ, ધરતી પર ગમે તે ઘડીએ મચાવી શકે છે તબાહી

 | 10:07 am IST
  • Share

અંતરિક્ષમાં પણ પોતાનો દબદબો સ્થાપિત કરવા માટે એક પછી એક રૉકેટ લોન્ચ કરી રહેલું ચીન દુનિયાની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયું છે. ચીનનું એક 21 ટન વજનવાળું વિશાળ રૉકેટ અંતરિક્ષમાં અનિયંત્રિત થઈ ગયું છે અને અહીં આ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ ભારે ભરખમ રૉકેટ ક્યાં પડશે તેની અત્યારે ચોક્કસ માહિતી નથી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીની રૉકેટ પૃથ્વી પર જો કોઈ વસ્તીવાળા વિસ્તારથી ટકરાય છે તો ભારે નુકસાન થઈ શકે છે.

એવી શક્યતા છે કે આ રૉકેટનો કાટમાળ ન્યૂયોર્ક, મેડ્રિડ અને બેઇજિંગ જેવા શહેરોમાં ક્યાંય પણ પડી શકે છે. ચીને ગુરૂવારના પોતાના લૉંગ માર્ચ 5-B રૉકેટને લૉન્ચ કર્યું હતુ અને નિષ્ણાતોએ શક્યતા વ્યક્ત કરી હતી કે આવનારા કેટલાક દિવસમાં આ પૃથ્વી પર ક્યાંય પણ પડી શકે છે. પૃથ્વીના ચક્કર લગાવનારા ઑબ્જેક્ટ પર નજર રાખનારા ખગોળવિદ જોનાથન મેકડોવેલે સ્પેસ ન્યૂઝને કહ્યું કે, અત્યારે આ સેટેલાઇટનો રસ્તો ન્યૂયોર્ક, મેડ્રિડ, બેઇજિંગથી ઉત્તર તરફ અને દક્ષિણમાં ચિલી તથા ન્યૂઝીલેન્ડ તરફ લઇ જઇ રહ્યો છે. તેમણે કહ્યું કે આ અંતરમાં ચીની રૉકેટ ક્યાંય પણ ટકરાઈ શકે છે.

સેટેલાઇટ ટ્રેકરે શોધ્યું કે 100 ફૂટ લાંબુ ચીની રૉકેટ 4 માઇલ પ્રતિ સેકેન્ડની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યું છે. ચીને ગુરૂવારના આ રોકેટની મદદથી અંતરિક્ષમાં બનાવવામાં આવી રહેલા પોતોના સ્પેસ સ્ટેશનનો પહેલો ભાગ મોકલ્યો હતો. આ મોડ્યુલનું નામ તિયાન્હે રાખવામાં આવ્યું છે. નિષ્ણાતો પ્રમાણે ગુરૂવારના લોન્ચ કરવામાં આવ્યા બાદ આ રૉકેટ દરિયામાં પહેલાથી નિર્ધારિત જગ્યા પર પડવાની જગ્યા ધરતીના ચક્કર લગાવવા લાગ્યું. અમેરિકાને ટક્કર આપવા માટે ચીન અંતરિક્ષમાં ખુદનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે. ચીનનું આ સ્પેસ સ્ટેશન T આકારનું હશે અને 15 વર્ષ કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન