Chinese National Shot, Injured In Gun Attack In Pakistan's Karachi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કરાચીમાં ગાડીમાં સવાર ચીની નાગરિકો પર ફાયરિંગ: એક ઘાયલ

કરાચીમાં ગાડીમાં સવાર ચીની નાગરિકો પર ફાયરિંગ: એક ઘાયલ

 | 7:53 am IST
  • Share

કરાચી શહેરમાં માસ્ક પહેરેલા બે અજાણ્યા યુવાનોએ બાઈક પર આવીને બે ચીની નાગરિકોને નિશાન બનાવી આડેધડ ફાયરીંગ કરતાં એક નાગરિકનો હાથ ઘવાયો હતો. કરાચી પોલીસના જણાવ્યા અનુસાર બંને ચીની નાગરિકો કરાચી પાસેની એક ફેક્ટરીમાં કામ કરતા હતા. બંને નસીબદાર હતા કે એકને કોઈ ઈજા ન થઈ અને બીજાના હાથ ઉપર પણ ગંભીર ઈજાઓ નથી થઈ. ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા ઝાઓ લિ ઝેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચીન આખા મામલા પર નજર રાખી રહ્યું છે અને સંભવતઃ આ ઘટનાની તપાસ કરવામાં આવશે. આવી એકમાત્ર ઘટના અત્યાર સુધી નોંધાઈ છે. ચીનને આશા છે કે પાકિસ્તાન ચીનના નાગરિકો અને તેમની સંપત્તિની સુરક્ષાની ખાતરી કરશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈ જતી એક બસમાં બોમ્બ વિસ્ફોટની ઘટના પછીના દિવસોમાં બની છે. બોમ્બ વિસ્ફોટને ચીને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. જોકે બોમ્બ વિસ્ફોટ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા વિસ્ફોટો કરતાં પ્રમાણમાં હળવો હતો. તેમાં કુલ ૧૨ માણસો મૃત્યુ પામ્યા હતા જેમાંથી ૯ ચીની નાગરિક હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન