Chinese Smartphones Company Faces Hard Times in India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય યુઝર્સની મુહિમ રંગ લાવી, ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓની હાલત થઈ ખરાબ

ભારતીય યુઝર્સની મુહિમ રંગ લાવી, ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓની હાલત થઈ ખરાબ

 | 12:22 pm IST

ચીન સાથેનાં ઘર્ષણ બાદ ભારતીયોએ એન્ટી ચાઈના મુવમેન્ટ શરૂ કરી છે. અને ભારતીયો હવે ચીની સામાનનો બહિષ્કાર કર્યો છે. જેને કારણે હવે ચાઈનીઝ કંપનીઓની હાલત પણ અત્યંત ખરાબ થઈ રહી છે. ભારતીય યુઝર્સનાં એન્ટી ચાઈના સેન્ટિમેન્ટનો ફાયદો સેમસંગને પહોંચી રહ્યો છે. ચાઈનીઝ કંપની શાઓમીને ટક્કર આપવા માટે સેમસંગે હાલમાં જ અનેક બજેટ સ્માર્ટફોન્સ લોન્ચ કર્યાં છે. અને ભારતીયોનાં ગુસ્સાને કારણે સેમસંગ ફરીથી ભારતની નંબર 1 કંપની બની જાઈ તો નવાઈ નહીં. હાલ સેમસંગ ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ છે.

સેમસંગ ભારતમાં એકલી એવી નોન ચાઈનીઝ કંપની છે કે જે આ વખતે ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સને ટક્કર આપી રહી છે. ચીન સામે ભારતીય યુઝર્સનો ગુસ્સો ચરમસીમાએ છે અને આ કારણે વર્ષના બીજા ત્રિમાસિકમાં સેમસંગ 26 ટકા માર્કેટ શેરની સાથે દેશની બીજી સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ડેટા અનુસાર બીજા ત્રિમાસિકમાં શાઓમીની બજારમાં ભાગેદારી 29 ટકા રહી છે.

સેમસંગને મોટો ફાયદો લોકડાઉનમાં પહોંચ્યો છે. આ દરમિયાન ચીની કંપનીઓ જ્યાં કોરોના વાઈરસ લોકડાઉનને કારણે સપ્લાય અને ડિલિવરીથી ઝઝૂમી રહી હતી. તો આ સમયે સેમસંગ પોતાની શાનદાર ઈનહાઉસ સપ્લાય ચેઈનને કારણે પ્રોડક્ટ ડીલેની સમસ્યાથી દૂર રહ્યું હતું. ગત ત્રિમાસિકમાં સેમસંગ 16 ટકા માર્કેટ શેરની સાથે ત્રીજા સ્થાને હતું.

એક સમયે સેમસંગ ભારતમાં સ્માર્ટફોન માર્કેટ લીડર હતું, પણ છેલ્લા કેટલાય વર્ષોથી ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓને કારણે સેમસંગનું માર્કેટ તૂટ્યું હતું. ચાઈનીઝ ફોનની ટક્કરને કારણે તે રેસમાં પાછળ પડી ગયું હતું. જો કે હવે કંપનીએ સ્માર્ટફોન સેગમેન્ટમાં ફરીથી પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે અને દેશની બીજા નંબરની સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની ચૂકી છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ પ્રમાણે ભારતમાં આ સમયે સેમસંગનું વાર્ષિક રિટેલ સ્માર્ટફોન રેવન્યુ 7.5 બિલિયનનું છે. અમેરિકા બાદ ભારત સેમસંગનું બીજું સૌથી મોટું માર્કેટ છે. સેમસંગની બીજી મોટી ખાસિયત એ છે કે, કોવિડ 19 લોકડાઉનમાં શાઓમી અને ઓપ્પો જેવી ચાઈનીઝ કંપનીઓને ચીનથી સામાન મંગાવવાને કારણે પ્રોડક્શનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. અને હવે ચીન સાથેના ઘર્ષણને કારણે ચાઈનીઝ કંપનીઓને મોટો ફટકો પડી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ પ્લાઝ્મા ડોનર સાથે રક્ષાબંધનની ‘સંદેશ ન્યૂઝે’ કરી ઉજવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન