Chinese Universities Pressure Indian Students To Download Banned Apps
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચાઈનીઝ યુનિ.માં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન, બેન થયેલ ચીની એપ્સ ડાઉનલોડ કરવા દબાણ

ચાઈનીઝ યુનિ.માં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન, બેન થયેલ ચીની એપ્સ ડાઉનલોડ કરવા દબાણ

 | 2:12 pm IST
  • Share

ભારત સરકારે 2020માં 250થી પણ વધારે ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે આ બેન થયેલ એપ્સને લઈને ચાઈનીઝ યુનિવર્સિટીમાં ભણતાં લગભગ 23 હજારથી વધારે વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ માટે બેન થયેલ ચાઈનીઝ એપ્સને ડાઉનલોડ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ મુજબ ચીનની મોટાભાગની યુનિવર્સિટીઝમાં WeChat, DingTalk, SuperStar અને Tencent જેવી એપ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે ભારતમાં આ એપ્સ પર પ્રતિબંધ છે અને ચાઈનીઝ યુનિવર્સિટીઝમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ હાલ ભારતથી જ ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુનિવર્સિટીઝ તેઓને અભ્યાસ ચાલુ રાખવા માટે બેન થયેલ એપ્સને ડાઉનલોડ કરવા માટે મજબૂર કરી રહી છે.

આ મામલાને લઈને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઈન ચાઈનાએ ભારતીય અને ચીનના બંને અધિકારીઓને ફરિયાદ કરી છે. પોતાના અભ્યાસને લઈને મજબૂર વિદ્યાર્થીઓ હાલ વીપીએન મારફતે બેન થયેલ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

દિલ્હીના શાહરુખ ખાન નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, તે ચીનની સૂચો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. શાહરુખ મુજબ પહેલા વીચેટ પર ઓનલાઈન ક્લાસ થતા હતા. પણ બાદમાં તેને ડિંગટોક પર કરવામાં આવ્યા. ભારત સરકારે આ તમામ એપ્સ બેન કરી દીધી છે. તેવામાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન