Clear the numbered glasses in this way, the glass will shine
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ રીતે સાફ કરો નંબરવાળા ચશ્મા, ચમકી ઉઠશે ગ્લાસ

આ રીતે સાફ કરો નંબરવાળા ચશ્મા, ચમકી ઉઠશે ગ્લાસ

 | 3:06 pm IST
  • Share

હાલના સમયમાં લગભગ મોટાભાગના લોકોને આંખોમાં નંબરના ચશ્મા(Eyeglass) હોય છે. તેને સમય સમય પર સાફ રાખવા ખૂબ જ જરૂરી હોય છે. ઘણા લોકો આસપાસ જે પણ કપડુ મળે તેનાથી કાચની સફાઈ શરૂ કરી દેશે, જે એક ખોટી ટેવ છે. જાણો કેટલાક સરળ હેક્સ(Easy Hacks), જેનાથી ચશ્માને ચમકાવી શકાય છે.

ચશ્માં વિશે બેદરકાર ન થાઓ

ચશ્માના કાચ પર થોડી ગંદકી અથવા ધૂળ જમા થવાને કારણે જોવામાં તકલીફ પડે છે. વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી અને તેને આંખની હેલ્થ માટેની પણ નુકસાનકારક માનવામાં આવે છે. તેથી ચશ્મા લગાવતા પહેલા ચોક્કસ એક વાર તેને સાફ કરવાની ટેવ બનાવો. જો ચશ્મા વધુ ગંદા થઈ ગયા છે, તો પછી આ પદ્ધતિઓ દ્વારા તેને સાફ કરી શકાય છે.

ચશ્મા ટૂથપેસ્ટથી સાફ કરવા જોઈએટ

ટૂથપેસ્ટની મદદથી આઈ ગ્લાસ સારી રીતે સાફ કરી શકાય છે. ચશ્માં પર હાજર નાના સ્ક્રેચ પણ તેના ઉપયોગથી સરળતાથી દૂર થાય છે. આ માટે, તમે ગ્લાસ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને સુતરાઉ અથવા નરમ ઉનના કાપડની મદદથી તેને હળવા હાથેથી ઘસો. લગભગ ત્રીસ સેકંડ માટે આ રીતે સાફ કરતા રહો. કાચ પરના સ્ક્રેચ નીકળી જશે.

હંમેશાં તમારી સાથે લિક્વિડ ક્લીનર રાખો

લિક્વિડ ગ્લાસ ક્લીનર્સ(Liquid Glass Cleaner)નો ઉપયોગ કોઈપણ ચશ્માને સાફ કરવા માટે થઈ શકે છે. જો તમે ચશ્મા પહેરો છો, તો તેને હંમેશાં તમારી સાથે રાખો. મોટાભાગના લિક્વિડ ગ્લાસ ક્લીનર્સ આલ્કોહોલિક છે, જે ગ્લાસની સફાઈની સાથે હોમમેઇડ હેન્ડ સેનિટાઇઝર તરીકે પણ કામ કરે છે. આની મદદથી, ચશ્માં સરળતાથી સાફ થઈ શકે છે અને તે હાથ પર પણ લગાવી શકાય છે.

શેવિંગ ફોમ પણ એક આશ્ચર્યજનક નુસખો

શેવિંગ ફોમને ગ્લાસ પર લગાવીને થોડા સમય માટે છોડી દો. આને કારણે, ગ્લાસ પર હાજર ધૂળ અને ગંદકી ફીણની અંદર એકઠી થઈ જશે અને ચશ્મા સાફ થઈ જશે. થોડા સમય પછી, સુતરાઉ અથવા નરમ ઉનના કાપડની મદદથી સાફ કરો. એ જ રીતે ગ્લાસ કોઈપણ ભીના કપડાથી પણ સાફ કરી શકાય છે.

આ વીડિયો પણ જૂઓ: શું લોકડાઉન જ એક માત્ર વિકલ્પ છે સંદેશ વિશેષ રજૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન