Cloudburst near the Amarnath cave in Jammu and Kashmir
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમરનાથમાં વાદળ ફાટ્યું, અચાનક સિંધ નદીનું જળસ્તર વધતાં ચિંતાજનક સ્થિતિ, NDRFની ટીમ તહેનાત

અમરનાથમાં વાદળ ફાટ્યું, અચાનક સિંધ નદીનું જળસ્તર વધતાં ચિંતાજનક સ્થિતિ, NDRFની ટીમ તહેનાત

 | 6:26 pm IST
  • Share

હાલમાં જ હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટના બાદ અમરનાથમાં આજે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. સતત વરસાદને કારણે અચાનક સિંધ નદીના જળસ્તરમાં ચિંતાજનક વધારો થયો છે. વાદળ ફાટવાને કારણે NDRFની વધુ એક ટીમને રવાના કરી દેવામાં આવી છે. અગાઉથી જ NDRFની બે ટીમ અહીં તહેનાત છે.

કંગનના SDPOએ જણાવ્યું કે, પવિત્ર અમરનાથ ગુફામાં સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે ગંડ અને કંગન વિસ્તારમાં સામાન્ય જનતાને સિંધ નદીથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે કેમ કે પાણીના પ્રવાહમાં અચાનકથી વૃદ્ધિ થઈ શકે છે.

આ ઉપરાંત અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે વાતચીત કરીને જાણકારી મેળવી છે.

આ વચ્ચે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના હોંજોર દચ્છન વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે અનેક લોકોનાં મોત નિપજ્યા છે. અને અત્યાર સુધી 7 લાશ મળી આવી છે જ્યારે 17 ઈજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા છે. સતત વરસાદને કારણે અહીં રેસ્ક્યૂ ઓપરેશન પણ રોકી દેવું પડ્યું હતું. પણ હવે પોલીસે રેસ્ક્યૂ ટીમ બચાવ અભિયાનમાં જોતરાઈ ગઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન