CM Bhupendra Patel, threatened to deliver Rs 1 crore
  • Home
  • Ahmedabad
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 1 કરોડની ખંડણી મોકલાવી દેવાની ધમકી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 1 કરોડની ખંડણી મોકલાવી દેવાની ધમકી

 | 7:39 am IST
  • Share

  • બટુક મોરારિબાપુના નામની ઓળખ સાથે વીડિયોમાં મુખ્યમંત્રીને ધમકી

  • ‘તમને ગાદીએ બેસાડયા છે, 1 કરોડની દક્ષિણા આપી જાવ, એક રૂપિયો કમ નહીં’

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક કરોડની ખંડણી મોકલાવી દેવાની ધમકી આપતો વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, વીડિયોમાં ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપનાર વ્યક્તિ પોતાની ઓળખ રામ કથાકાર બટુક મોરારી બાપુ તરીકે આપે છે અને પોતાનું સરનામું બનાસકાંઠાના વાવ ખાતે હોવાનું જણાવે છે.

ખુલ્લી ધમકી વીડિયોમાં અપાઈ છે

એક કરોડ રૂપિયા ગમે ત્યાંથી મોકલાવી દેજો, નહિતર ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહિ કરવા દઉં તેવી ખુલ્લી ધમકી વીડિયોમાં અપાઈ છે. જોકે ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપનારને પોલીસ શોધી શકી નથી.

સમજી ગયાને ભૂપેન્દ્ર પટેલ, તમને ગાદીએ બેસાડયા છે

રામ કથાકાર બટુક મોરારી બાપુનો 1 મિનિટ ને 49 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, જેની પર જાતજાતની કોમેન્ટ શરૂ થઈ છે, વીડિયોમાં આ વ્યક્તિ કહે છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 11 દિવસની અંદર મને ગમે ત્યાંથી એક કરોડ મોકલી દેજો, નહિતર ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ કરવા નહિ દઉં અને તું પણ અઠવાડિયામાં અકસ્માતમાં માર્યો જાશે, એક કરોડ પહોંચાડી દેજો, સમજી ગયાને ભૂપેન્દ્ર પટેલ, તમને ગાદીએ બેસાડયા છે ને, એક કરોડની દક્ષિણા આપી જાવ, પૂરા એક કરોડ, એક રૂપિયો કમ નહિ, આજે 25 તારીખ થઈ છે, પાંચમી તારીખ સુધી ગમે તે માણસને મોકલાવી એક કરોડ મોકલાવી દેજો એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહિતર ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ.

મુખ્યમંત્રીને ઉદ્દેશી તોછડી ભાષામાં વાત કરી

વીડિયોમાં આ વ્યક્તિ મુખ્યમંત્રીને ઉદ્દેશી તોછડી ભાષામાં વાત કરે છે અને પોતાનો મોબાઈલ નંબર પણ જાહેર કરે છે. વીડિયોના અંતમાં આ વ્યક્તિ ફરી વાર પોતાના ઓળખ બટુક મોરારી બાપુ, મહેશ ભગત હોવાનું જણાવે છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીને સોશિયલ મીડિયા મારફત ખુલ્લી ધમકી આપનારી આ વ્યક્તિને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. ધમકી પ્રકરણમાં પોલીસ હજુ અંધારામાં હોવાનું મનાઈ રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો