Inauguration School Of Law Forensic Justice Policy Studies At Gandhinagara
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યમાં ગુનાઓ ઓછા બને તે અમારો લક્ષ્યાંક: ભુપેન્દ્ર પટેલ

રાજ્યમાં ગુનાઓ ઓછા બને તે અમારો લક્ષ્યાંક: ભુપેન્દ્ર પટેલ

 | 2:48 pm IST
  • Share

  • રાજ્યમાં ગુનાઓ ઓછા બને તે અમારો લક્ષ્યાંક: ભુપેન્દ્ર પટેલ
  • ગુનાઓ ના પ્રકાર બદલાયા છે: ભુપેન્દ્ર પટેલ
  • NFSU ના કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ બોલ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ લો, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

NFSUના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ગુનાઓ ઓછા બને તે અમારો લક્ષ્યાંક છે. ગુનાઓના પ્રકાર બદલાયા છે. ત્યારે સ્કૂલ ઓફ લો એન્ડ ફોરેન્સિક સાયન્સ એન્ડ જસ્ટિસ શરૂ થવાથી ગુનાઓ ડામવા આવનારા સમયમાં મદદરૂપ થશે. આ યુનિવર્સિટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસી રહી છે. ગુનાખોરીને અટકાવવા આ યુનિવર્સિટીમાં થતા રિસર્ચ પણ આવનાર સમયમાં ઉપયોગી નીવડશે.

આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે સ્કૂલ ઓફ લો નો પ્રારંભ NFSLની શોભામાં વધુ એક પીછું ઉમેરાયું છે. વડાપ્રધાન મોદીની આ વર્ષો પહેલાની કલ્પના હતી જે સાર્થક થઈ છે. આજના વિદ્યાર્થીઓ આવતી કાલના પ્રોફેસર અને જજ હશે, નવા કોર્ષ શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો