CM Kamal Nath angry on Jyotiraditya Scindia threatens protest
  • Home
  • Featured
  • MP કોંગ્રેસમાં ફરી દેખાયો જૂથવાદ, સિંધિયાના હુંકાર પર કમલનાથ બોલ્યા-‘…તો ઉતરી શકે’

MP કોંગ્રેસમાં ફરી દેખાયો જૂથવાદ, સિંધિયાના હુંકાર પર કમલનાથ બોલ્યા-‘…તો ઉતરી શકે’

 | 6:37 pm IST

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારમાં હાલ બધુ ઠીક હોય એમ લાગતું નથી. કારણે કે શનિવારે મુખ્યમંત્રી કમલનાથના એક નિવેદન પછી એક વાર ફરી સવાલો ઉભા થયા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર 15 વર્ષના વનવાસ પછી ખૂબ જ મુશ્કેલીથી સત્તા પર આવી છે. જો કે, કોંગ્રેસને ચૂંટણીમાં પૂર્ણ બહુમત મળ્યું નહોતું. પરંતુ સપા, બસપા અને અપક્ષોના સમર્થનથી કોંગ્રેસ પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવી હતી અને વરિષ્ઠ નેતા કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યાર બાદથી જ જ્યોતિરાદિત્ય સિંધિયા અલગ-અલગ મુદ્દાઓને લઈ કમલનાથ સરકાર પર શાબ્દિક હુમલો કરતા નજરે આવી રહ્યા છે.

સિંધિયાનો હુંકાર:

આપને જણાવી દઈએ કે તાજેતરમાં સિંધિયાએ ટીકમગઢની એક સભામાં અતિથિ શિક્ષકોથી કહ્યું હતું કે જો અમારી સરકાર પ્રોમિસરી નોટમાં આપેલ વચનોને જલ્દી પૂર્ણ નહીં કરે તો તેઓ અતિથિ શિક્ષકોની સાથે માર્ગ પર ઉતરશે. શનિવારે જ્યારે પત્રકારોએ મુખ્યમંત્રી કમલનાથથી આ અંગે પ્રતિક્રિયા આપવા કહ્યું તો કમલનાથે જવાબ આપતા કહ્યું કે,‘તેઓ ઉતરી શકે છે.’ મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી કમલનાથે શનિવારે કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીથી પણ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તરફથી તાજેતરમાં રાજ્ય સરકાર પર કરવામાં આવેલ શાબ્દિક હુમલાને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.

સિંધિયા પોતાની અવગણનાથી નારાજ!

ઉલ્લેખનીય છે કે સિંધિયા પહેલા પણ કેટલીક વખત પોતાના તીખા તેવર દેખાડી ચૂક્યા છે. ભલે પછી મુદ્દો લોન માફીનો હોય કે પછી પૂર રાહત સર્વે અને તેની મૂડી આપવામાં થતો વિલંભ હોય, સિંધિયાએ જાહેરમાં સરકારના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જબરદસ્ત પ્રચાર કર્યો હતો ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ સિંધિયાને મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ એવું થયું નથી. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું છે કે સિંધિયા પોતાની અવગણનાથી નારાજ છે.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન