CM Rupani and CR Patil Clarification over BJP Remdesivir Injection Controversy
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રેમડેસિવિર વિવાદઃ પાટીલે કહ્યું- પોતાની રીતે ઈન્જેક્શન લાવ્યો, CMએ કહ્યું- સરકારને લેવા દેવા નથી

રેમડેસિવિર વિવાદઃ પાટીલે કહ્યું- પોતાની રીતે ઈન્જેક્શન લાવ્યો, CMએ કહ્યું- સરકારને લેવા દેવા નથી

 | 3:53 pm IST
  • Share

સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવાને કારણે હાલ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા CM રૂપાણી અને ભાજપ ઉપર આકરાં પ્રહારો કરવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. તો બીજી બાજુ આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને CM વિજય રૂપાણીએ ઈન્જેક્શનને લઈને સ્પષ્ટતા કરી છે.

સુરતમાં રેમડેસિવિરના ઈન્જેક્શન ભાજપ દ્વારા અપાતાં ઉહાપોહ મચી ગયો છે. જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે નિવેદન આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી. હું પોતાની રીતે ઈન્જેક્શન લાવ્યું છું. સેવાભાવી લોકોએ પાંચ હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે.

તો બીજી બાજુ સુરતમાં ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણ મુદ્દે નિવેદન આપતાં CM રૂપાણીએ કહ્યું કે ભાજપ દ્વારા વ્યવસ્થા અંગે સરકારને લેવા દેવા નથી. સી.આર.પાટીલે વ્યવસ્થા કરી છે. કિરણ હોસ્પિટલની માગ પર સરકારે વ્યવસ્થા કરી છે. સરકાર ઊંચા ભાવે ઈન્જેક્શન ન ખરીદી શકે. વેક્સિનનો જરૂરી જથ્થો મળતો જાઈ છે તેમ CM રૂપાણીએ જણાવ્યું હતું.

અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યા, તપાસના આદેશ આપવાથી કશું થવાનું નથી તેવું ચાવડાએ જણાવ્યું હતું. કોરોનાની મહામારીને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને યોજીને જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શન હોસ્પિટલમાં અને મેડિકલમાં મળતા નથી. પરંતુ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાસે આ ઇન્જેક્શન જથ્થો કેવી રીતે પહોંચ્યો. આ સાથે મોઢવાડિયાએ સી.આર.પાટીલ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ભાજપ પ્રમુખ CR પાટીલ અને મેયર પાસે ઈન્જેક્શનનો જથ્થો કેવી રીતે પહોંચ્યો. મોઢવાડિયાએ પાટીલ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા અને કાયદાકીય પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત મોઢવાડિયાએ કહ્યું કે, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટનો સહારો લઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન