CM Rupani hoisted the flag with her family at the Dwarkadhish temple today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે દ્વારકાધીશ મંદિરે CM રૂપાણીએ પરિવાર સાથે શીખર પર ધ્વજારોહણ કર્યું, કહ્યું- મારા મનમાં હતું કે…

આજે દ્વારકાધીશ મંદિરે CM રૂપાણીએ પરિવાર સાથે શીખર પર ધ્વજારોહણ કર્યું, કહ્યું- મારા મનમાં હતું કે…

 | 10:24 am IST
  • Share

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકાધીશની ધજાનું CM રૂપાણી આજે પુજન કર્યું છે અને શીખર પર CM રૂપાણીએ ધજા ચડાવી છે. મળતી માહિતી પ્રમાણે વિજય રુપાણી તથા તેમના પરીવાર દ્વારા ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનુ પુજન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધી મુજબ કરવામા આવ્યું છે. થોડા દિવસ પહેલા દ્વારકાધીશ મંદિર ઉપર વીજળી પડી હતી અને ધ્વજા ડેમેજ થઈ હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે, મારા મનમાં હતું કે ધજા ચડાવી છે. દ્વારકાધીશ દર્શન કરવા માટેને ખાસ ધ્વજા ચડાવવા માટે આવ્યો છું.

રાજયના મુખ્યમંત્રી રૂપાણીએ આજે દ્વારકાક્ષેત્રની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ જણાવેલ હતું કે શિવરાજપૂર બીચ પર પ્રથમ તબ્બકામાં રૂ.20 કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોનું નિરિક્ષણ કર્યું હતું આ તકે તેમણે પત્રકોરોને જણાવ્યું હતું કે શિવરાજપૂર બીચ ગોવાને ટકકર મારશે અને તેના વધુ વિકાસકામો માટે રૂ.80 કરોડનું ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે અને આ કામો આગામી ઓગષ્ટ માસથી શરૂ થઈ જશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દરિયો, જંગલ, પહાડો, પવિત્ર દેવસ્થાનો, રણ આ બધાનો વિકાસ કરી ટુરીઝમ ક્ષેત્રમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે. કેન્દ્ર અને રાજયની સરકાર દ્વારા લોકોને બીચ પર ન્હાવાનો લ્હાવો મળે તેવો એક બીચ ડેવલપ થાય તે માટે દ્વારકાધામમાં દર્શન કરવા લાખો લોકો આવતા હોય તીર્થક્ષેત્રની નજીકમાં આવેલ શિવરાજપૂર બીચને ડેવલપમેન્ટનો મહત્વાકાંશી પ્રોજેકેટ પર વિકાસના કામો અવિરતપણે ચાલી રહ્યા છે.

હાલમાં જ શિવરાજપૂર બીચને બ્લુ ફલેગનું આંતરરાષ્ટ્રીય બીરૂદ મળ્યું છે. ત્યારે લોકો આનંદ લઈ શકે તે માટે રાજય રસકારે બીચને વિકસાવવાનું કામ પ્રથમ તબ્બકે પ્રવાસન સુવિધા વિકસાવવાના હેતુથી 20 કરોડના વિકાસકામે ચાલી રહ્યા છે. જયારે બીજા તબ્બકે 80 કરોડના વિકાસના કામોનું ટેન્ડર બહાર પડી ગયું છે. 15 ઓગસ્ટ પહેલા કામો શરૂ થઈ જશે. શિવરાજપૂર બીચ ખાતે વોક થ્રુ ચેન્ઝ રૂમ,ટોઈલેટ બ્લોક,વોચ ટાવર,રીફ્રેશમેન્ટ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે, સાથે સાથે માહિતી મળે તે હેતુંથી એન્ટ્રન્સ પ્લાઝા વિકસાવવામા આવશે.

શિવરાજપૂર બીચમાં 03 કિ.મી.વિસ્તારમાં વિકાસ કાર્યો કરાશે અને ટુરીઝમની ઉતરોતર સુવિધામાં વધારો કરી ગોવાને ટકકર આપે તેવો બીચ વિકસાવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં શિવરાજપૂર બીચની સાથે-સાથે ઓખા-બેટ દ્વારકા વચ્ચે સીગ્નેચર બ્રીજ શિવરાજપૂરમાં ચાલી રહેલ ડેવલમેન્ટ પ્રોજેકટસ,બેટમાં ડેવલપમેન્ટ પ્રોજેકટસની જાહેરાત બાદ આગામી સમયમાં સમગ્ર ક્ષેત્રમાં ડેવલપમેન્ટની સાથે-સાથે ટુરીઝમ વધવાને લીધે રોજગારીની પણ વિપુલ તકો ઉભી થશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દ્વારકામાં વિકાસના 15 પ્રોજેકટસની સાથે-સાથે આ ક્ષેત્રમાં આવેલ અન્ય ટાપુઓના વિકાસ અંગે પણ સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામા આવી છે. જેના આધારે આસપાસના ટાપુઓના ડેવલપમેન્ટ અંગે પણ ખનિર્ણય લેવાશે અને આવનારા દિવસોમાં એ અંગે કાર્યવાહી હાથ ધરાશે.

મુખ્યમંત્રી પરિવાર દ્વારા આજે જગતમંદિરે ધ્વજારોહણ કરાયું

પત્રકારો સાથે વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દ્વારકાધીશ મંદિર પર તાજેતરમાં વીજળી પડવાની અને ધ્વજદંડને નુકશાનીના સમાચારો બાદ જગતમંદિરે ધ્વજારોહણનો વિચાર આવ્યો હતો અને આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર દ્વારા દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન