- Home
- Ayodhya Live
- મસ્જિદનો શિલાન્યાસ કરવા જશે CM યોગી? આપ્યો એવો જવાબ કે વિરોધીઓનું મોઢું સીવાઈ જશે

મસ્જિદનો શિલાન્યાસ કરવા જશે CM યોગી? આપ્યો એવો જવાબ કે વિરોધીઓનું મોઢું સીવાઈ જશે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના ભૂમિ પૂજન કર્યું. આ કાર્યક્રમ બાદ યોગી આદિત્યનાથે રામ મંદિરની સાથે સાથે અલગ-અલગ મુદ્દા પર ખુલીને વાત કરી. મુખ્યમંત્રી યોગીએ મસ્જિદનો શિલાન્યાસ રાખવા પર પણ સ્પષ્ટ જવાબ આપ્યો. સીએમ યોગીએ કહ્યું કે મને ના તો આ કાર્યક્રમમાં કોઈ બોલાવશે, અને હું જઇશ પણ નહીં. એક ટીવી કાર્યક્રમમાં યોગીને વાતચીતમાં પુછવામાં આવ્યું કે રામ મંદિરના ભૂમિ પૂજન પર તમે તમામ ધર્મોના લોકોને બોલાવ્યા, તે કાર્યક્રમમાં સામેલ પણ થયા. આવામાં કહેવામાં આવે છે કે આવનારા દિવસોમાં જ્યારે મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવશે તો સીએમ યોગી ત્યાં જશે?
ના તો મને બોલાવવામાં આવશે અને હું ત્યાં જઇશ પણ નહીં
આના પર સીએમ યોગીએ કહ્યું કે, “મારું જે પણ કામ છે, એ હું કરીશ. બાકી ના તો મને બોલાવવામાં આવશે અને હું ત્યાં જઇશ પણ નહીં.” યોગીએ કહ્યું કે, “આ મારા માટે ભાવુક, ઉત્સાહ-ઉમંગ, ગૌરવની ક્ષણો હતી. ઉત્સાહ-ઉમંગની એ માટે કેમકે ઉત્તર પ્રદેશ સરકાર બહારની સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની જવાબદારી યૂપી સરકાર પાસે છે. મે 3 વર્ષમાં આ કાર્યને ઘણી નજીકથી અનુભવ્યું છે. મને પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જવાબદારી આપી છે, એ કામ કરવા માટે ખુદને સૌભાગ્યશાળી માનું છું. મારી ગુરૂ પરંપરાએ આ સંકલ્પ દશકો પહેલા જોયો હતો, એ આજે સાકાર થયો છે. એ દિવ્ય આત્માઓને આનાથી અસીમ શાંતિ મળી રહી હશે. મંચ પર જેટલા પણ મહાનુભાવો હતા એ તમામ રામજન્મભૂમિની સાથે ઘણી જ આત્મિયતાથી જોડાયેલા છે. સ્વાભાવિક રીતે આ દિવસ અમારા માટે ઉત્સાહ-ઉમંગનો દિવસ પણ છે.”
પ્રિયંકા ગાંધીને આપ્યો સણસણતો જવાબ
યોગી આદિત્યનાથે પ્રિયંકા ગાંધી વાડ્રાના ‘રામ સબકે હૈ’ નિવેદન પર કહ્યું કે, “રામ બધાના છે આ અમે બહુ પહેલાથી કહેતા આવ્યા છીએ.” સીએમ યોગીએ પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે, “આ સદબુદ્ધિ એ સમયે આવવી જોઇતી હતી, જ્યારે અહીં કેટલાક લોકોના પૂર્વજોએ રામલલાની મૂર્તિઓ હટાવવાના પ્રયત્ન કર્યા હતા. આખરે કોણ લોકો હતા જે અયોધ્યામાં રામલલાનું મંદિર નહોતા ઇચ્છતા?”
કોરોનાના કારણે સીમિત સંખ્યામાં લોકોને આમંત્રણ અપાયું
સીએમ યોગીએ કહ્યું કે, “એ કોણ લોકો હતા જે કહી રહ્યા હતા કે અમે ગર્ભગૃહથી 200 મીટર દૂર શિલાન્યાસ કરીશું. ત્યાં કંઇ નથી થવાનું. વિવાદાસ્પદ ઢાંચામાં કંઇ નથી કરવાનું. અમે તમામ લોકોને બોલાવવા ઇચ્છતા હતા. કોરોનાના પ્રોટોકોલના કારણે સીમિત સંખ્યામાં લોકોને બોલાવવાના હતા. સાધુ-સંત આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં લગભગ 200 મહેમાન આવી શક્યા.”
આ વિડીયો પણ જુઓ: RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન