CNG Kits Being Set up after Petrol Price Hike In Mahesana
  • Home
  • Gujarat
  • મહેસાણા: પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં CNG કિટ માટે લોકોનો ધસારો, 2 થી 3 દિવસનું વેઈટિંગ

મહેસાણા: પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં CNG કિટ માટે લોકોનો ધસારો, 2 થી 3 દિવસનું વેઈટિંગ

 | 3:04 pm IST
  • Share

મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે, મોંઘવારીના અજગરી ભરડામાંથી કોઈ બાકી રહ્યું નથી. એકબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. પેટ્રોલના ભાવ વધતા વાહન ચાલકો CNG કિટ તરફ વળ્યા છે.

હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ તેમજ રૂટિન જરૂરિયાત માટે વાપરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. પેટ્રોલના ભાવ વધતા લોકો હવે પોતાના વાહનમાં CNG કીટ ફિટ કરાવવા માટે વળ્યાં છે. હાલમાં CNG કીટની વાત કરીએ તો, જે કીટ પહેલા 35,000ની આસપાસ મળતી હતી, તેનો ભાવ હવે 45 થી 55 હજારની નજીક પહોંચી ગયો છે. આ ભાવમાં પણ કીટ ફિટ કરાવવામાં 2 થી 3 દિવસનું વેઇટિંગ પણ છે આથી વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી છે.

CNG કીટના ભાવ કેમ વધ્યાં?

CNG કીટના ભાવમાં અચાનક 10 થી 15 હજાર રૂપિયા વધવા પાછળ અનેક કારણોને જવાબદાર ગણવામાં આવે છે. જેમાં લોખંડના ભાવમાં વધારો અને CNG કીટમાં વપરાતી ટેન્કની અછત વર્તાઈ રહી છે. જે કંપની કાર કીટ બનાવતી હતી તે કોરોનાને કારણે ઓક્સિજન સિલિન્ડર બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ હતી, જેના કારણે CNG ગેસ ટેન્કમાં ભાવ વધારો તેમજ ટેન્કની અછત પણ મોંઘી કીટ થવા પાછળનું એક કારણ છે.

આ સિવાય Bs6 કીટ હાલમાં સરકારના ધારાધોરણ મુજબ પ્રદૂષણ મુક્ત કીટ માનવામાં આવે છે. તે કીટ જ વાહનમાં ફિટ કરવા પણ ગાઈડ લાઈન બહાર પાડી છે, ત્યારે તેની પરમિશન સરકારી બે સંસ્થા જે પર્યાવરણને ધ્યાનમાં રાખી માન્યતા આપે છે તેવી સંસ્થાઓ ICAT (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટો મોટિવ ટેકનોલોજી) અને ARAI (ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા)માંથી પણ પરમિશન ઇસ્યુ ઝડપી ના કરતા દુકાનદાર અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે.

આ ઉપરાંત કેટલાક CNG કીટના સ્પેરપાર્ટ્સ અન્ય દેશમાંથી આયાત થતા હોય છે. જેનો પણ ભાવ પણ રોજ બદલાતો રહે છે અને પૂરતો જથ્થો પણ ના મળવાના કારણે ભાવ વધી રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો