Coco Goff, Marin Silich in the semifinals, Jaber misses the match due to injury
  • Home
  • Sports
  • કોકો ગોફ, મારિન સિલિચ સેમિફાઇનલમાં, ઈજાના કારણે જાબેરે મુકાબલાને પડતો મૂક્યો

કોકો ગોફ, મારિન સિલિચ સેમિફાઇનલમાં, ઈજાના કારણે જાબેરે મુકાબલાને પડતો મૂક્યો

 | 4:08 am IST
  • Share

  • એડિલેડ ઓપન ટેનિસમાં મુગુરુઝા, બેલિન્ડાના અભિયાનનો અંત આવ્યો

  • કોરેન ખાચાનોવ સામે પરાજયનો સામનો

  • કમરના દુખાવાના કારણે જાબેરે મુકાબલાને પડતો મૂક્યો

ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન મારિન સિલિચે અમેરિકાના ટોમી પોલને 64, 26, 63થી હરાવીને બીજી એડિલેડ ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ચોથા ક્રમાંકિત સિલિચે વર્તમાન સિઝનમાં પાંચમાંથી ચાર મેચ જીતી છે. અને ગયા સપ્તાહે તે એડિલેડ ઇન્ટરનેશનલની સેમિફાઇનલ સુધી પહોંચ્યો હતો જેમાં તેને રશિયાના કોરેન ખાચાનોવ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. વિમેન્સ સિંગલ્સમાં ત્રીજી ક્રમાંકિત અમેરિકાની યુવા ખેલાડી કોકો ગોફે ક્રોએશિયાની એન્ના કોન્જુને 63, 64થી હરાવીને અંતિમ4માં સ્થાન મેળવ્યું હતું. રશિયાની ડારિયા કસાત્કિનાએ સ્પેનની મુગુરુઝાને 64, 64થી તથા પાઉલા બડોસાએ સ્વિસ ખેલાડી બેલિન્ડા બેનકિચને 76 (6), 36, 63થી હરાવી હતી.  

સિડની ટેનિસ ક્લાસિકમાં ચોથી ક્રમાંકિત એસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટેે ટયૂનેશિયાની ઓન્સ જાબેર સામેની ક્વાર્ટર ફાઇનલનો પ્રથમ સેટ જીતી લીધો હતો ત્યારે કમરના દુખાવાના કારણે જાબેરે મુકાબલાને પડતો મૂક્યો હતો. કોન્ટાવેટનો આગામી મુકાબલો ત્રીજી ક્રમાંકિત બારબોરા ક્રેજસિકોવા સામે થશે જેણે ફ્રાન્સની કેરોલિન ગાર્સિયાને 60, 62થી હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત અસલાન કારાત્સેવે પાંચમા ક્રમાંકિત લોરેન્જો સોંગાને 62, 36, 62થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો