Congress general secretary Priyanka Gandhi addressed the meeting in Varanasi
  • Home
  • Featured
  • પ્રિયંકા ગાંધીનો હુમલો, કહ્યું, લખીમપુરના આરોપીઓને બચાવી રહી છે સરકાર

પ્રિયંકા ગાંધીનો હુમલો, કહ્યું, લખીમપુરના આરોપીઓને બચાવી રહી છે સરકાર

 | 5:36 pm IST
  • Share

  • ગૃહ રાજ્યમંત્રીના રાજીનામા સુધી લડાઈ ચાલુ રહેશે
  • પીડિતોને સહાય નહીં ન્યાય જોઈએ છે

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં છે. ત્યાં કિસાન ન્યાય રેલીને સંબોધતી વખતે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના સંબંધમાં આરોપીઓને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ભાજપે ખેડૂતોનું અપમાન કર્યું: પ્રિયંકા

કિસાન ન્યાય રેલીને સંબોધતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના નવા કૃષિ કાયદાઓ અંગે કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ ખેડૂતોને કહ્યું કે તમારી ખેતી ધીમે ધીમે છીનવાઈ રહી છે. અબજોપતિઓ દ્વારા ખેડૂતોના ખેતરો કબજે કરવામાં આવી રહ્યા છે. તેથી દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પછી, પ્રિયંકા ગાંધીએ માઇક સંભાળતી વખતે સૌ પ્રથમ દેવી દુર્ગાનું આહ્વાન કર્યું હતું. જિલ્લાના રોહનિયા સ્થિત જગતપુર ઇન્ટર કોલેજના મેદાનમાં પહોંચેલા લોકોને સંબોધતી વખતે મંચ પરથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ ખેડૂતોનું અપમાન કરી રહી છે.

લખીમપુર મામલે સરકાર ઘેરાઈ

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર લખીમપુરના ગુનેગારોને બચાવી રહી છે. તેમણે કહ્યું કે, ‘ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ પોતાની કારથી ખેડૂતોને કચડી નાખ્યા અને તમામ 6 પરિવારો વળતર નહીં ન્યાય માગી રહ્યા છે, પણ આ સરકાર ન્યાય આપશે નહીં. સરકાર મંત્રીના પુત્રને બચાવી રહી છે. પોલીસ વિરોધને રોકી રહી હતી. મુખ્યમંત્રી મંત્રીનો બચાવ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ બાબા વિશ્વનાથના દર્શન

રેલી પહેલા પ્રિયંકા ગાંધી બાબાના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. આ પછી તેઓ મા દુર્ગાના મંદિરે પહોંચ્યા અને પ્રાર્થના કરી. આ અગાઉ વારાણસી એરપોર્ટ પર પ્રિયંકા ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજય કુમાર લલ્લુ અને વિધાનસભા પક્ષના નેતા આરાધના મિશ્રાએ પ્રિયંકાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ શહેરમાં ઘણી જગ્યાએ વારાણસીના વિવિધ માર્ગો પર પ્રિયંકાના વિશાળ હોર્ડિંગ્સ લગાવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો