Congress women corporators walk out of Navsari-Vijalpore meeting crying
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નવસારી-વિજલપોર ન.પા.ની સભામાંથી કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રડતા-રડતાં બહાર નીકળી ગયા

નવસારી-વિજલપોર ન.પા.ની સભામાંથી કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રડતા-રડતાં બહાર નીકળી ગયા

 | 6:16 pm IST
  • Share

નવસારી-વિજલપોર ન.પા.ની સામાન્ય સભામાં પેન્ડિંગ કામ બાબતે ભાજપ-કૉંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. નવસારી નગરપાલિકામાં એકમાત્ર કૉંગ્રેસના ચૂંટાયેલા તેજલ રાઠોડ નામના નગરસેવક છે.

નવસારી-વિજલપોર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિકાસ કાર્યો બાબતે ચર્ચા કરવામા આવી હતી. આ સમયે પેન્ડિંગ કામો બાબતે કૉંગ્રેસના એક માત્ર નગરસેવિકા અને ભાજપના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા માહોલ ગરમાયો હતો. મહિલા નગરસેવિકાને કોઈ કારણોસર માઠું લાગી આવતા ચાલુ સભામાંથી રડતા રડતાં બહાર નીકળી ગયા હતા.

ચાલુ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મહિલા નગરસેવિકા રડી પડ્યા હતા, ગત દિવસોમાં અનેક કામો બાકી હોવાની ફરિયાદ સાથે મહિલા કોંગ્રેસ નગરસેવિકા તેજલ રાઠોડે વાંધો ઉઠાવ્યો હતો અને તે કામ ક્યારે પૂર્ણ થશે તેવી વાત કરી હતી, ત્યારે તેમની પાડોશમાં બેઠેલા ભાજપના નગરસેવક શુભમ મુંડીયાએ તમામ કામો થયા હોવાની વાત કહી હતી અને તેમની વચ્ચે શાબ્દિક ઉગ્ર ચર્ચા પણ થઇ હતી.

આ દરમિયાન કોઈક શબ્દોથી મહિલા નગરસેવિકાને માઠું લાગી આવ્યું હતું અને તેઓ ચાલુ ચર્ચા દરમિયાન આંખમાં આંસુ સાથે હોલમાંથી નીકળી ગયા હતા. મહિલા નગર સેવિકાના જણાવ્યા મુજબ તેમનું અપમાન થયું હોવાથી તેઓ સભામાંથી ચાલતી પકડી હતી અને સમગ્ર શાબ્દિક ચર્ચા દરમ્યાન પ્રમુખ પણ જોતા હતા અને કંઇક બોલતા ન હતા તેવી તેમણે ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન