congress working committee meeting rahul gandhi sonia gandhi
  • Home
  • Featured
  • સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની મહત્ત્વપૂર્ણ બેઠક

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની મહત્ત્વપૂર્ણ બેઠક

 | 11:15 am IST
  • Share

  • પાર્ટી અઘ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં CWCની બેઠક

  • પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, રાહુલ ગાંધી ઉપસ્થિત

  • રાજનીતિ, વધતી મોંઘવારી, ખેડૂતોનું પ્રદર્શન અને દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા

કોંગ્રેસમાં (Congress) અંતર્કલહ સતત વધી રહ્યો છે એ તમામ વચ્ચે આજે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક શરૂ થઇ ગઇ છે. પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. આ બેઠકમાં ભાગ લેવા પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ (P Chidambaram) સહિત પંજાબના CM ચરણજીત ચિન્ની (Charanjit Channi) બેઠકમાં હાજર છે.

વાયનાડ સાંસદ અને પૂર્વ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પાર્ટીમાં સંગઠનાત્મક સ્તરે ફેરબદલ પર ચર્ચા થશે.

આ બેઠક નવી દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યકાર્યાલયમાં થઇ રહી છે. CWC પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણીની જગ્યાએ એક પૂર્ણકાલિન અધ્યક્ષ માટે સહમતિ જાહેર કરી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે CWC સભ્ય, સ્થાનીક લોકો અને સમિતિના વિશેષ આમંત્રિત કરેલા સભ્યોનો સમાવેશ થાય છે.

આવતા વર્ષે ઉત્તર પ્રદેશ અને પંજાબના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ મામલે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સિવાય રાજનીતિ, વધતી મોંઘવારી, ખેડૂતોનું પ્રદર્શન અને દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા થશે.

પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ભારે રાજકીય ઉથલ-પાથલ વચ્ચે બેઠક

કોંગ્રેસના મોટા નિર્ણય લેનાર આ બોડી કોરોનાવાયરસ (Coronavirus)મહામારી વચ્ચે પહેલી વખત આ રીતે બેઠક યોજાઇ રહી છે. પાર્ટીની અંદર કેટલાક સભ્યોએ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો