controversies Nusrat Jahan Parliament arrived in western dress sometimes stayed in hotel with mischief accused
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ક્યારેક ગેંગરેપના આરોપી સાથે હોટલમાં…તો ક્યારેક સંસદમાં વેસ્ટર્ન કપડામાં…વિવાદોનું બીજું નામ એટલે ‘નુસરત’

ક્યારેક ગેંગરેપના આરોપી સાથે હોટલમાં…તો ક્યારેક સંસદમાં વેસ્ટર્ન કપડામાં…વિવાદોનું બીજું નામ એટલે ‘નુસરત’

 | 2:18 pm IST
  • Share

નૂસરત જહાં તેના કથિત લગ્નને કારણે ચર્ચામાં રહે છે. તેણે નિખિલ જૈન સાથે વિદેશી ધરતી પર વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા. હવે નુસરતે આ લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા છે, ત્યારબાદ તે યુઝર્સના નિશાના હેઠળ આવી છે. નુસરત જહાંનો જન્મ 8 જાન્યુઆરી 1990 ના રોજ બંગાળમાં થયો હતો. નુસરતે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010 માં મોડેલિંગથી કરી હતી. તે જ વર્ષે તે ફેર વન મિસ કોલકાતા બની. નુસરત જહાને 2011 માં તેની પહેલી બંગાળી ફિલ્મ શોત્રુ મળી હતી. નુસરત જહાં એક્ટ્રેસથી લઈને સાંસદ સુધી પણ સારી સફળ કરી છે. બંગાળની બસીરહાટ બેઠક પરથી ચૂંટણી લડનાર નુસરત જહાં 3.5 લાખ મતોથી જીતી છે.

તેના લગ્ન પછી, જ્યારે નુસરત પહેલી વાર સંસદ પહોંચી અને શપથ લીધા, તે દરમિયાન તેના ગળામાં મંગળસૂત્ર અને માંગનું સિંદૂર ચર્ચાનો વિષય બન્યું. આને કારણે દેવબંદના ધાર્મિક આગેવાનોએ નુસરત જહાં સામે ફતવો જારી કર્યો હતો. તેમણે કહ્યું કે મુસ્લિમ યુવતીઓએ ફક્ત મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કરવા જોઈએ. નુસરત એક મુસ્લિમ મહિલા છે તેથી તે સિંદૂર કેવી રીતે લગાવી શકે. માંગમાં સિંદૂર જોઈ નુસરતને સવાલ કરવામાં આવી રહ્યો હતો કે શું તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો છે.

ગેંગરેપના આરોપી સાથે જોડાયું નામ

વર્ષ 2012 માં નુસરત જહાંનું નામ બળાત્કારના કેસ સાથે સંકળાયેલું હતું. ફેબ્રુઆરી, 2012 માં પાર્ક સ્ટ્રીટ પર એક એંગ્લો-ભારતીય મહિલા પર ચાલતી કારમાં ગેંગરેપ થયો હતો. આ આરોપમાં કાદર ખાન સહિત પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. બધાને એ જાણીને આશ્ચર્ય થયું કે નુસરત જહાં કાદર ખાનની ગર્લફ્રેન્ડ હતી. નુસરત 2012 માં તેના બોયફ્રેન્ડ સાથે નિકાહ કરવા જઈ રહી હતી. તેણે પોલીસ સાથે પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ ઘટના બાદ તે કાદર ખાનને મળી નથી, જ્યારે પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે બંનેએ મુંબઈમાં એક રૂમ બુક કરાવ્યો હતો. આ પછી નુસરત કોલકાતા પરત ફરી હતી અને કાદર ખાન પટના ગયો હતો. તેમના સંબંધો ત્યાં જ સમાપ્ત થયા.

મા દુર્ગાના ફોટોશૂટને લઇને હંગામો થયો હતો

નુસરત જહાં ‘મા દુર્ગા’ અવતારમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે નૂસરત જહાં 20 સપ્ટેમ્બરના રોજ મહાલયા પ્રસંગે દુર્ગાઅવતારની આ તસવીરો શેર કરી હતી. એવું માનવામાં આવે છે કે મહાલયાના દિવસે મા દુર્ગા કૈલાસ પર્વત પરથી પૃથ્વી પર આવે છે અને આ દિવસથી દુર્ગાપૂજાની તૈયારીઓ શરૂ થાય છે. પરંતુ કેટલાક કટ્ટરપંથીઓને તેનો અંદાજ ગમ્યો નહીં. જે બાદ સાંસદે ફરિયાદ નોંધાવી હતી અને સુરક્ષાની માંગ કરી હતી.

વેસ્ટર્ન ડ્રેસમાં પહોંચી હતી સંસદ

જ્યારે નુસરત જહાં સાંસદ બન્યા પછી પહેલા દિવસે સંસદમાં પહોંચી ત્યારે તેણે વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. તેણે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, ત્યારબાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન