Controversy on Pakistan Cricketer Naseem Shah Age
  • Home
  • Sports
  • Cricket
  • દુનિયાની સામે પાક.ની પોલ ખૂલી, 16 વર્ષીય નસીમ શાહે મામલે થયો આ ચોંકાવનારો ખુલાસો

દુનિયાની સામે પાક.ની પોલ ખૂલી, 16 વર્ષીય નસીમ શાહે મામલે થયો આ ચોંકાવનારો ખુલાસો

 | 7:54 pm IST

વિશ્વ ક્રિકેટમાં શાહિદ આફ્રિદીનું નામ ફક્ત 37 બોલ પર સેન્ચુરી ફટકારવા માટે નથી જાણીતું, પણ પોતાની ઓછી ઉંમર બતાવવાને કારણે તે દુનિયામાં વધુ જાણીતો છે. પહેલાં જણાવવામાં આવ્યું હતું કે, આફ્રિદીએ 16 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પણ બાદમાં આફ્રિદીએ પોતાની જ બૂકમાં દાવો કર્યો હતો કે જ્યારે તેણે ડેબ્યુ કર્યું ત્યારે તેની ઉંમર 19 વર્ષની હતી. ખેલાડીઓની ઉંમરને લઈ પાકિસ્તાનનો આવી જ બીજી પોલ દુનિયાની સામે આવી છે.

ક્રિકેટ જગતમાં આ સમયે જો સૌથી વધારે કોઈ ચર્ચામાં છે તો તે છે પાકિસ્તાનનો યુવા બોલર નસીમ શાહ. ઓસ્ટ્રેલિયાની સામે બ્રિસ્બેન ટેસ્ટ મારફતે નસીમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વકાર યુનુસે તેને ટેસ્ટ કેપ સોંપી હતી. શાહે પોતાની ફાસ્ટ બોલિંગને કારણે ઓછા સમયમાં પોતાનું નામ કમાવી લીધું છે. અને ઓસ્ટ્રેલિયા સામે પણ પોતાની શાનદાર બોલિંગથી તેણે બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા. નસીમ શાહે જ્યારે ડેબ્યુ કર્યું તો રેકોર્ડમાં તેની ઉંમર 16 વર્ષ 279 દિવસ નોંધવામાં આવી છે. પણ હવે તેની ઉંમરને લઈને મોટો ખુલાસો થયો છે. અને વધુ એક સચ્ચાઈ સામે આવી છે. અને પાકિસ્તાનના એક જાણીતા અખબારે જ આ પોલ ખોલી છે.

પાકિસ્તાન અખબાર ધ ડોનમાં ત્રણ વર્ષ પહેલાંનો એક આર્ટિકલ પબ્લિશ થયો છે. જેમાં નસીમ શાહને 16 વર્ષનો યુવા બોલર બતાવવામાં આવ્યો છે. આર્ટિકલ અનુસાર એક કાર્યક્રમમાં પાકિસ્તાન પહોંચેલાં વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર એન્ડી રોબર્ટ્સે કહ્યું હતું કે, યુવા ફાસ્ટ બોલર નસીમ શાહથી ખુબ જ પ્રભાવિત છે, કે જેની ઉંમર માત્ર 16 વર્ષ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ આર્ટિકલ ઓગસ્ટ 2016માં પ્રકાશિત થયો હતો.

આ વીડિયો પણ જુઓઃ

બંને સેવિકાનું અલગ અલગ નિવેદન લેવાયું Dy.SP

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન