Controversy over Mansukh Mandviya taking a photographer to meet Manmohan Singh
  • Home
  • Featured
  • માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી, આ પ્રાણીસંગ્રહાલય નથી

માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી, આ પ્રાણીસંગ્રહાલય નથી

 | 5:57 pm IST
  • Share

  • માંડવિયાઓ પૂર્વ PMની તસવીર શેર કરીને ગોપનીયતાનો ભંગ કર્યો: કોંગ્રેસ
  • ભાજપના નેતા માટે દરેક વસ્તુ ‘ફોટો ઓપ’ છે: રણદીપ સુરજેવાલા
  • કોંગ્રેસે મનસુખ માંડવિયાને માફી માગવા કહ્યું

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત લથડતા તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમની ખબર કાઢવા AIIMS પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ આ દરમિયાન ફોટો પણ પડાવ્યો હતો અને તેને શેર પણ કર્યો. હવે તેને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ બાદ હવે પૂર્વ પીએમની દીકરીએ પણ માંડવિયાની ઝાટકણી કાઢી છે.

માંડવિયા પરિવારની મરજી વિરુદ્ધ ફોટોગ્રાફરને લઈને પહોંચ્યા

હકિકતમાં પૂર્વ પીએમ દીકરી દમન સિંહે સ્વાસ્થ્ય મંત્રીની આ મુલાકાત બાદ નિવેદન આપ્યું છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે, માંડવિયા પરિવારની મરજી વિરુદ્ધ ફોટોગ્રાફરને લઈને પહોંચ્યા હતા. બુધવારે 89 વર્ષીય મનમોહન સિંહને AIIMSના કાર્ડિયો-ન્યૂરો કેન્દ્રના ખાનગી વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેઓ ડોક્ટર નીતિશ નાઈકના નેતૃત્વમાં હ્યદય રોગ વિશેષજ્ઞોની ટીમની દેખરેખમાં છે.

મારા પિતા ઉમર લાયક છે, કોઈ પ્રાણીસંગ્રહાલયના પ્રાણી નથી: દમન સિંહ

પૂર્વ પ્રધાનમંત્રીની દીકરી દમનસિંહે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની સાથે એક ફોટોગ્રાફર પણ તે વોર્ડમાં ઘૂસ્યો હતો જેમા મારા પિતાજી દાખલ છે. દમનસિંહે કહ્યું, મારી માતા ખુબ પરેશાન હતી. મારા માતા પિતા એક ખરાબ સમયમાંથી બહાર આવવાની કોશીશ કરી રહ્યા છે. તેઓ ઉમરલાયક છે. તે કોઈ પ્રાણીસંગ્રહાલયમાં હાજર પ્રાણી નથી. માંડવિયાએ ગુરુવારે AIIMSમાં મનમોહન સિંહની ખબરઅંતર પૂછી હતી અને તેમના જલદી સાજા થવા અંગે પ્રાર્થના કરી હતી. જો કે વિવાદ બાદ મંત્રીએ તસવીર ડિલિટ કરી નાખી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો