corona breaks records in delhi today 10 thousand plus 48 patients died
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ શહેરમાં કોરોનાએ હાજા ગગડાવી નાંખ્યા, એક જ દિવસમાં 10 હજારથી વધારે કેસ અને આટલાં મોત

આ શહેરમાં કોરોનાએ હાજા ગગડાવી નાંખ્યા, એક જ દિવસમાં 10 હજારથી વધારે કેસ અને આટલાં મોત

 | 8:58 pm IST
  • Share

રવિવારે કોરોનાએ દિલ્હીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. છેલ્લા 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં 10 હજાર 774 નવા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 48 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં આજે કુલ 1 લાખ 14 હજાર 288 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પોઝિટિવિટી દર 9.43% હતો. આ આંકડા ખરેખર દેશ માટે ડરામણા છે.

તો વળી આ તરફ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવા માટે ગુલાબના ફૂલનો આશરો લીધો છે. દિલ્હીના લાજપત નગર પોલીસ સ્ટેશનની પોલીસ તેમના સ્ટાફ સાથે ગુલાબ અને માસ્કથી બજારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. લાઉડ સ્પીકર્સ દ્વારા વિસ્તારના SHO જાતે લોકોને સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.

અહીં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાની એક ખતરનાક લહેર ચાલી રહી છે. દિલ્હી સરકાર લોકડાઉન લાદવા માંગતી નથી, પરંતુ આવતીકાલે મજબૂરીમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આજે આવનાર રિપોર્ટમાં 24 કલાકમાં 10732 કેસ સામે આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય ત્યારે જ ઘરની બહાર આવે.

કેજરીવાલે કહ્યું કે, હું લોકડાઉનની તરફેણમાં નથી. હોસ્પિટલોની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય ત્યારે જ કોઈપણ સરકારે લોકડાઉન કરવું જોઈએ. તમારા સહકારની જરૂર છે. જો દિલ્હીની હોસ્પિટલો ટૂંકી પડે છે, તો પછી દિલ્હીમાં પણ લોકડાઉન કરવું જરૂરી છે. જો તમારામાં લક્ષણો નથી અને હોસ્પિટલમાં જાઓ છો, તો પછી તમે એક બેડ રોકી લેશો. તેથી ઘરમાં ક્વોરન્ટાઈન સેવાનો લાભ લો અને સીરિયસ દર્દીઓ માટે જ હોસ્પિટલમાં બેડ રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન