Corona Cases in Maharashtra and Delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, રાજધાનીમાં તૂટ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, રાજધાનીમાં તૂટ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ

 | 9:50 pm IST
  • Share

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં આજે 17282 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 104 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં તો 58952 નવા કેસો સામે આવ્યા છે. અને 278 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં રેકોર્ડતોડ મામલાઓ સામે આવ્યા છે. આજના દિવસે 17282 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 104 દર્દીઓનાં મોત નિપજ્યા છે. 30 નવેમ્બર બાદ મોતનો આ આંકડો સૌથી વધારે છે. અને દિલ્હીમાં પહેલીવાર એક્ટિવ કેસોની સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. તો દિલ્હીની વિસ્ફોટ સ્થિતિને લઈ સીએમ અરવિંદ કેજરીવાલ આવતીકાલે ઉપરાજ્યપાલ સાથે મીટિંગ પણ કરવાના છે.

મહારાષ્ટ્રની વિગતો જોઈએ તો, મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 58952 નવા કેસો સામે આવ્યા છે. તો 278 દર્દીઓનાં મોત નિપજ્યા છે. કોરોના મૃત્યુદર 1.64 ટકા થઈ ગયો છે. અને હાલ એક્ટિવ કેસોની સંખ્યા 6,17,070 છે. જ્યારે 34,55,206 લોકો હોમ ક્વોરન્ટાઈન છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 373 પોલીસ કર્મીઓ કોરોના સામેની લડાઈમાં જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે મુંબઈમાં પણ આજે 9 હજારથી વધારે કેસો નોંધાયા છે અને 54 લોકોનાં મોત નિપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન