Corona decline in the country: Active cases at 208-day low
  • Home
  • Featured
  • દેશમાં કોરોનાના કહેરમાં ઘટાડો : એક્ટિવ કેસ 208 દિવસની સૌથી નીચી સપાટી પર

દેશમાં કોરોનાના કહેરમાં ઘટાડો : એક્ટિવ કેસ 208 દિવસની સૌથી નીચી સપાટી પર

 | 7:50 am IST
  • Share

  • 24 કલાકમાં નવા 18,166 કેસ નોંધાયા : વધુ 214 દર્દીઓનાં મોત

  • એક્ટિવ કેસ ઘટીને 2,30,971 જે કુલ કેસના 0.68 ટકા

  • કુલ 3,32,71,915 લોકો કોરોનામુક્ત થયા

દેશભરમાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વેક્સિનેશનની કામગીરીએ વેગ પકડતા કોરોનાનું સંક્રમણ ઘટયું છે. એક્ટિવ કેસની સંખ્યા 208 દિવસમાં સૌથી ઓછામાં ઓછી નોંધાઈ છે. એકિટવ કેસ એટલે કે જેમને હજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપી રહી છે તેવા દર્દીઓની સંખ્યા 2,30,971 થઈ છે કુલ કેસના 0.68 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 18,166 કેસ નોંધાયા હતા અને વધુ 214 દર્દીઓનાં મોત થયાં હતાં. કુલ દર્દીઓની સંખ્યા 3,39,53,475 થઈ હતી. કોરોનાનેે કારણે કુલ મૃત્યુઆંક વધીને 4,50,589 થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો